Site icon hindi.revoi.in

‘માલાબાર’ યુદ્વાભ્યાસનું બીજુ ચરણ આજથી થશે શરૂ, ભારતની સાથે QUAD દેશો કરશે શક્તિ પ્રદર્શન

Social Share

નવી દિલ્હી: ભારતીય નૌસેના વધુ એક વખત તેની ક્ષમતાનો દુશ્મનોને પરચો આપશે. ભારતીય નૌસેનાનાં યુદ્વાભ્યાસ ‘માલાબાર’નું બીજુ ચરણ મંગળવારના ઉત્તરી અરબ સાગરમાં શરૂ થશે. જેમાં ભારતીય નૌસેનાનાં વિક્રમાદિત્ય વિમાનવાહક જહાજ, અમેરિકન વિમાન વાહક જહાજ નિમિત્ઝ અને ઓસ્ટ્રેલિયન અને જાપાનની નૌસેનાનાં અગ્રિમ મોરચે તૈનાત જહાજ ચાર દિવસ સુધી યુદ્વાભ્યાસ કરશે. આ યુદ્વાભ્યાસ દરમિયાન ‘ક્વોડ’ જૂથને દેશની નૌસેના દ્વારા મળી કાર્ય કરવાની ક્ષમતાને વધારવા માટે સમન્વિત અભિયાનનો અભ્યાસ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે માલાબાર યુદ્વાભ્યાસનું પ્રથમ ચરણ 3થી 6 નવેમ્બરની વચ્ચે બંગાળની ખાડીમાં સંપન્ન થયું.

ગત 6 મહિનાથી ભારત અને ચીનનાં વચ્ચે પૂર્વ લદ્દાખની સીમા પર સિઝાફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યું છે અને બંને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ યુદ્વાભ્યાસનું બીજુ ચરણ થવા જઇ રહ્યું છે. માલાબાર યુદ્વાભ્યાસનું બીજુ ચરણ ઉત્તર અરબ સાગરમાં 17થી 20 નવેમ્બરની વચ્ચે હશે. અભિયાનનાં કેન્દ્રમાં વિક્રમાદિત્ય વિમાન વાહક જહાજ અને નિમિત્ઝ વિમાનવાહક જહાજ પર તમામ યુદ્વાભ્યાસ કરનારા ગ્રૂપ સાથે હશે.

યુદ્વાભ્યાસ સમુદ્રી મુદ્દા પર ચાર જીવંત લોકતાંત્રિક દેશોની વચ્ચે સમન્વય વધારવા માટે અને હિંદ પ્રશાંત ક્ષેત્રનું ખુલ્લુ, સમાવેશી અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા બનાવી રાખવા માટે પ્રતિબદ્વતાને દર્શાવે છે. આ યુદ્વાભ્યાસમાં પરમાણું ઇંધણથી સંચાલિત USA નિમિત્ઝના નેતૃત્વમાં અમેરિકન આર્મીનું એક જૂથ ભાગ લેશે. જેમના પ્રશિક્ષણનો પ્રભાવ રહેશે અને તમામ ગ્રૂપને તેનું માર્ગદર્શન મળશે.

USA નિમિત્ઝ દુનિયાનું સૌથી મોટું યુદ્વ જહાજ છે. આ યુદ્વક જૂથમાં વિશાળ સંખ્યામાં સૈનિકો જોવા મળે છે જેમાં વિમાન વાહક જહાજની સાથે મોટી સંખ્યામાં ડેસ્ટ્રોયર, ફ્રિગેટ અને અન્ય જહાજ સામેલ છે. આ યુદ્વાભ્યાસમાં નિમિત્ઝની સાથે ક્રૂઝર પ્રિંસટન અને ડેસ્ટ્રોયર સ્ટરેટ અને P8M સમુદ્રી ટોહી વિમાન સામેલ થશે. ઓસ્ટ્રેલિયન નૌસેનાનું પ્રતિનિધિત્વ ફ્રિગેટ બલાર્ટ અને હેલિકોપ્ટર કરશે.

નૌસેનાનાં જણાવ્યાં અનુસાર, યુદ્ધાભ્યાસમાં ‘ક્રોસ ડેક ફ્લાઇંગ ઓપરેશન અને વિક્રમાદિત્ય પર તૈનાત મિગ-29નાં અને નિમિત્ઝ પર તૈનાત F-18 ફાઇટર પ્લેન અને E2C હોકઆઇ દ્વારા હવાઇ રક્ષાનો અભ્યાસ કરવામાં આવશે. આ ઉપરાંત પનડુબ્બી યુદ્ધનો પણ અભ્યાસ થશે. INS વિક્રમાદિત્ય ઉપરાંત હવાઇ એકમનાં હેલીકોપ્ટર, ડેસ્ટ્રોયર કોલકાતા અને ચેન્નઇ, સ્ટીલ્થ ફ્રિગેટ તલાર અને સહાયક પોત દીપક પણ આ યુદ્ધાભ્યાસમાં ભાર તરફથી શામેલ થશે.

(સંકેત)

Exit mobile version