Site icon hindi.revoi.in

રાજસ્થાન: થારના રણમાં 1,72,000 વર્ષ પૂર્વે વહેતી નદીના પુરાવા મળ્યા

Social Share

નવી દિલ્હી: રાજસ્થાનના બીકાનેર નજીક થાર રણની વચ્ચેથી નદી પસાર થવાના પુરાવા મળ્યા છે. અહીંયા 1,72,000 વર્ષ પહેલા નદી વહેતી હતી એવું કહેવાય છે. સંશોધનકારો અનુસાર આ હવે લુપ્ત થયેલ નદી તે સમયે આ વિસ્તારના લોકોની જીવનરેખા બની હશે. ક્વાર્ટર્નરી સાઇયન્સ રિવ્યુઝ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર હજારો વર્ષો પહેલાં આ નદી નાલ કેરીમાં વહેતી હતી.

આ નદીના પુરાવા જર્મની સ્થિત મેક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન હિસ્ટ્રી, તામિલનાડુ સ્થિત અન્ના યુનિવર્સિટી અને કોલકાતામાં આવેલી IISER દ્વારા શોધવામાં આવ્યા છે. તેઓ અનુસાર પથ્થર યુગમાં આ નદીને લીધે આ વિસ્તારમાં માનવની વસતી હશે.

સંશોધન દરમિયાન મળેલા પુરાવા પ્રમાણે 1 લાખ 72 હજાર વર્ષ પૂર્વે બિકાનેર નજીક વહેતી નદીનું વહેણ વર્તમાન નદીથી 200 કિ.મી દૂર હતું. સંશોધનકારોએ જણાવ્યું કે ખૂબ પ્રાચીન નદીના પુરાવા થાર રણમાં હાલની નદીઓના મૂળ સુચવે છે. તે ઉપરાંત સુકાઇ ગયેલી ધગ્ગર-હકરા નદી વિશે પણ માહિતી પ્રાપ્ત થઇ રહી છે. હજારો વર્ષો પૂર્વે મોટી વસતી નદીના કાંઠેથી સ્થળાંતર કર્યું હોઇ શકે છે.

મહત્વનું છે કે, થાર રણના રહેવાસીઓની લુપ્ત થતી નદીઓના મહત્વની અવગણના કરવામાં આવી છે. ઐતિહાસિક સમય પહેલાથી થાર રણનો મહત્વપૂર્ણ ઇતિહાસ રહ્યો છે. હવે સંશોધનકર્તાઓ એ શોધવા પ્રયાસરત છે કે પાષાણ યુગમાં લોકો આ વિસ્તારમાં કેવી રીતે વસવાટ કરતા હતા.

(સંકેત)

Exit mobile version