Site icon hindi.revoi.in

સુપ્રીમ કોર્ટે અરજી સાંભળવાનો કર્યો ઇનકાર, 13મી સપ્ટેમ્બરથી NEET ની પરીક્ષા લેવાશે

Social Share

કોરોનાના કહેર વચ્ચે NEET ની પરીક્ષા મોકૂફ રાખવા કરાઈ હતી અરજી
– સુપ્રીમ કોર્ટે આજે સવારે અરજી સાંભળવાનો કર્યો ઇનકાર
– 13મી સપ્ટેમ્બરથી નિયમ મુજબ પરીક્ષા લેવાશે

કોરોનાના કહેર વચ્ચે NEET ની પરીક્ષાના આયોજનથી વિદ્યાર્થીઓમાં સંક્રમણથી ફેલાય તેવી સંભાવના છે તેથી NEET ની પરીક્ષા મોકૂફ રાખવાની અરજી સુપ્રીમમાં કરાઈ હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આજે સવારે અરજી સાંભળવાનો ઇનકાર કર્યો હતો. એટલે હવે 13મી સપ્ટેમ્બરથી પરીક્ષાઓ નિયમ મુજબ લેવાશે.

અગાઉ આ પરીક્ષા મોકૂફ રાખવાની થયેલી અરજીની સુનાવણી પછી ઑગષ્ટની 17મીએ સુપ્રીમ કોર્ટે પરીક્ષા મોકૂફ રાખવાની અરજી ફગાવી દીધી હતી. એ ચુકાદા અંગે ફેરવિચાર કરવાની અરજી નવેસર કરાઇ હતી. એ અરજી નકારતાં સુપ્રીમ કોર્ટે આજે સવારે NEET પરીક્ષા મોકૂફ રાખવાની અરજી સાંભળવાનો ઇનકાર કર્યો હતો.

આ અરજી છ રાજ્યોએ કરી હતી જેમાં પશ્ચિમ બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડનો સમાવેશ થયો હતો. આ અરજદારોએ જણાવ્યા મૂજબ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના આરોગ્યની સુરક્ષા અને જીવવાના અધિકારને સુરક્ષિત રાખવા માટે આ અરજી કરી હતી.

અરજદારોની દલીલ એવી હતી કે પરીક્ષાનું આયોજન કરતી વેળા અનિવાર્ય એવા સુરક્ષાના પગલાં લેવામાં સરકાર નિષ્ફળ રહી હતી. સુપ્રીમ કોર્ટે આ એક પણ રિવિઝન અરજી સ્વીકારી નહોતી.

(સંકેત)

Exit mobile version