Site icon hindi.revoi.in

સુપ્રીમ કોર્ટે આયુષ્માન ભારત યોજના લાગુ નહીં કરવા બદલ ચાર રાજ્યોને ફટકારી નોટિસ

Social Share

કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી છે. જો કે કેટલાક રાજ્યોએ હજુ પણ તેને લાગુ કરી નથી. આ જ કારણોસર સુપ્રીમ કોર્ટે દિલ્હી, પશ્વિમ બંગાળ, ઓડિશા, તેલંગાણાની સરકારને પોતાના રાજ્યમાં યોજના લાગુ ના કરવા બદલ નોટિસ મોકલી છે. એક અરજીની સુનાવણી કરતા સમયે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને નોટિસ આપીને જવાબ માંગ્યો છે. અરજદારે કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, આ રાજ્યોમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ યોજનાનો લાભ લોકોને મળતો નથી.

અરજીમાં અરજદારે દાવો કર્યો છે કે, દેશના કેટલાક રાજ્યોની સરકારે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ યોજનાને લાગુ નથી કરી. જેના કારણે આ રાજ્યોના ગરીબ લોકોને સ્વાસ્થ્ય સંબંધિત પાંચ લાખ રૂપિયાના લાભથી વંચિત રહેવું પડે છે. આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ચારેય રાજ્ય સરકારોને નોટિસ આપી છે અને આ યોજના કેમ લાગુ નથી કરી તે અંગે જવાબ પણ માંગ્યો છે.

નોંધનીય છે કે, આયુષ્યમાન યોજના લાગુ ના કરનારા રાજ્યોમાં રાજધાની દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તેલંગણાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આયુષ્યમાન ભારત યોજના વિશ્વની સૌથી મોટી સ્વાસાથ્ય વીમા યોજના છે. જે અંતર્ગત દેશના ગરીબ અને મધ્યમવ્ગીય લોકોને પાંચ લાખ સુધીની સારવાર મફતમાં મળે છે.

(સંકેત)

Exit mobile version