Site icon hindi.revoi.in

ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકની મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્તિ

Social Share

– ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકની હવે મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્તિ
– મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને ગોવાની વધારાની જવાબદારી સોંપાઇ
– મોદી કેબિનેટના આ નિર્ણયને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી

ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકની નિમણૂંક હવે મેઘાલયના રાજ્યપાલ તરીકે કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકની ટ્રાન્સફર કરી દીધી છે. એક તરફ ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકની નિમણૂંક મેઘાલયના રાજ્યપાલ તરીકે કરવામાં આવી છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને ગોવાની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. મોદી કેબિનેટના આ નિર્ણયને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે.

આપને જણાવી દઇએ કે 25 ઑક્ટોબર, 2019ના રોજ રાજ્યપાલ સત્યપાલ મલિકની જમ્મૂ કાશ્મીરમાંથી ગોવા ટ્રાન્સફર કરવામાં આવી હતી અને તેમની જગ્યાએ ભૂતપૂર્વ આઇએએસ અધિકારી ગિરીશ મુર્મૂને જમ્મૂ કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, સત્યપાલ મલિક બિહારના રાજ્યપાલ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. સત્યપાલ મલિકને વર્ષ 2018માં કેટલાક મહિના માટે ઓડિશાની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.

(સંકેત)

Exit mobile version