Site icon hindi.revoi.in

ભારતમાં હવે થશે રશિયન વેક્સીનની ટ્રાયલ, DCGIએ આપી લીલી ઝંડી

Social Share

નવી દિલ્હી: ભારતમાં રશિયાની કોરોના વેક્સીન સ્પુતનિકને DGCIએ મંજૂરી આપી દીધી છે. ભારતમાં રશિયાની કોરોના વેક્સીન સ્પુતનિકનું સીધા બીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થશે. નવી સમજૂતી પ્રમાણે બીજા અને ત્રીજા ફેઝના ટ્રાયલમાં કુલ 1500 વ્યક્તિઓ સામેલ થશે. ભારતમાં સ્પુતનિક કોરોના વેક્સીનની ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડને ભારતમાં રશિયાની કોવિડ-19 વેક્સીનના અંતિમ ફેઝની ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી મળી ચૂકી છે. અગાઉ સ્પુતનિક-5 વેક્સીનને ભારતમાં મોટા પ્રમાણમાં ટ્રાયલ્સની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ બાદમાં ભારતીય નિયામકે તે મંજૂરી પાછી ખેંચી લીધી હતી.

નવા કરાર પ્રમાણે ભારતમાં હવે રશિયન વેક્સીનના બીજા અને ત્રીજા ફેઝની ટ્રાયલ શરૂ થશે. જેમાં 1500 લોકો ભાગ લેશે. આ કરાર હેઠળ ડોક્ટર રેડ્ડીઝ ક્લિનિકલ ટ્રાયલ કરશે અને ભારતમાં તે વેક્સીનનું વેચાણ કરશે. RDIF ડોક્ટર રેડ્ડીઝને 100 મિલિયન ડોઝ આપશે.

ડૉ.રેડ્ડીઝ અને રશિયાન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ એક બહુ કેન્દ્ર અને નિયંત્રીત ટ્રાયલ્સ હશે જેમાં સુરક્ષા અને એન્ટિબોડીઝનો અભ્યાસ કરવામાં આવશે.

(સંકેત)

Exit mobile version