- કોરોના સંકટ વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર
- ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રાંધણ ગેસની કિંમતો યથાવત્ રાખી
- મે મહિનામાં રાંધણ ગેસની કિંમત 162.50 રૂપિયા સુધી સસ્તી થઇ
કોરોના સંકટ દરમિયાન વધતી મોંઘવારી વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી રાંધણ ગેસની કિંમતોમાં કોઇ ફેરફાર કર્યો નથી. મે મહિનામાં રાંધણ ગેસની કિંમત 162.50 રૂપિયા સુધી સસ્તી થઇ હતી. જૂનમાં જો કે સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો જોવા મળ્યો છે.
દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો 14.2 કિલોગ્રામ વાળા સબસિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવ 594 રૂપિયા પર છે. અન્ય શહેરોમાં ઘરેલુ રસોઇ ગેસ સિલિન્ડરના ભાવ પણ સ્થિર છે.
જુલાઇ મહિનામાં જો કે કિંમતમાં 4 રૂપિયાની તેજી જોવા મળી છે. જૂન દરમિયાન પણ 14.2 કિલોગ્રામ પર સબસિડી વગરના એલપીજી સિલિન્ડર 11.50 રૂપિયા મોંઘુ થઇ ગયું છે. ત્યારે મેમાં 162.50 રૂપિયા સુધી સસ્તો થયો હતો.
નોંધનીય છે કે કોરોના સંકટને કારણે લોકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે ત્યારે દિલ્હીમાં એલપીજીના ભાવ ગત મહિના એટલે કે જુલાઇની સરખામણીએ સ્થિર રાખવામાં આવ્યા હતા.
આઈઓસીની વેબસાઈટ મુજબ દિલ્હીમાં એલપીજીના ભાવ ગત મહિના એટલે કે જુલાઈની સરખામણીએ સ્થિર રાખવામાં આવ્યા હતા. આ સમાચાર કોરોના મહામારીની વચ્ચે ગૃહિણીઓ માટે રાહત રૂપ છે.
(સંકેત)