Site icon hindi.revoi.in

કોરોના કાળમાં બેરોજગાર બનેલા કામદારોને 50 % અનએમ્પલોયમેન્ટ બેનિફિટ મળશે

Social Share

– દેશમાં કોરોનાના કાળમાં અનેક લોકોએ રોજગારી ગુમાવી
– આવા બેરોજગાર લોકોને વ્હારી આવી ભારત સરકાર
– ઔદ્યોગિક કામદારોને 3 મહિના સુધી 50 ટકા સેલેરી અનએમ્પલોયમેન્ટ બેનિફિટ તરીકે આપવામાં આવશે

દેશમાં કોરોનાની મહામારીને કારણે લાખો લોકો બેરોજગાર બની ચૂક્યા છે અને કંપનીઓમાં મંદી આવતા કંપનીઓએ તાળા મારતા પણ અનેક કર્મચારીઓને ઘરે બેસવાનો વારો આવ્યો છે. સરકાર હવે આ પ્રકારના બેરોજગારની વ્હારે આવી છે. અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ રોજગાર ગુમાવનારા કર્મચારીઓને સરકાર તરફથી આર્થિક મદદ મળશે. આ એક પ્રકારનું બેરોજગારી ભથ્થુ હોય છે. જેનો લાભ તે કર્મચારીઓને મળે છે જે ઇએસઆઇ સ્કીમ હેઠળ કવર થાય છે અથવા તેમના માસિક વેતનમાંથી ઇએસઆઇ કપાય છે.

સરકારના નિયમોનુસાર કોરોનાના કાળમાં નોકરી ગુમાવી ચૂકેલા ઔદ્યોગિક કામદારોને 3 મહિના સુધી 50 ટકા સેલેરી અનએમ્પલોયમેન્ટ બેનિફિટ તરીકે આપવામાં આવશે. આનો ફાયદો એ લોકોને મળશે જેમની નોકરી 24 માર્ચથી 31 ડિસેમ્બરની વચ્ચે જતી રહી છે. આ પહેલા સ્કીમમાં 31 ડિસેમ્બર 2020 સુધી વધારવામાં આવી હતી.

હવે આ કાયદાને જૂન 2021 સુધી વધારવાની વિચારણા છે. 23 માર્ચ 2020ના રોજ અથવા એ પહેલા 1 જાન્યુઆરી 2021ના રોજ અથવા તેના પછી બેરોજગાર થયા છે. તેવા બીમિત વ્યક્તિઓને અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાને હકીકતમાં યોગ્યતાની શરતો લાગુ પડશે.સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી દેશના અનેક બેરોજગાર લોકોને આર્થિક સહાયતા પ્રાપ્ત થશે.

(સંકેત)

Exit mobile version