Site icon hindi.revoi.in

આ વર્ષે સારા વરસાદથી ઘઉંનું 10 વર્ષના વિક્રમી સ્તરે વાવેતર થશે, ભાવ પણ નીચા રહી શકે

Social Share

નવી દિલ્હી: કોરોના સંક્રમણ વચ્ચે વર્ષ 2020માં ગુજરાત સહિત ભારતમાં ઘઉંનું ઉત્પાદન સતત બીજા વર્ષે વિક્રમ તોડી શકે છે. વર્ષ 2019-20માં 13.83 લાખ હેક્ટરમાં 43.64 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થવાની સરકારે ધારણા બાંધી હતી. હેક્ટરે સરેરાશ 3155 કિલો ઉત્પાદન થશે એવી ધારણા પણ બાંધી હતી. વર્ષ 2018-19માં 7.97 લાખ હેક્ટરમાં 24 લાખ ટન સાથે હેક્ટર દીઠ 3019 કિલોનું ઉત્પાદન થવાની ધારણા ગુજરાત સરકારે વ્યક્ત કરી હતી.

વર્ષ 2020માં આ તમામ વિક્રમો તૂટશે. વર્ષ 2010-11માં 16.11 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું. તે 10 વર્ષનો વિક્રમ આ વખતે તૂટી શકે છે. જેમાં ઘઉંનો 13 લાખ હેક્ટર જ એવો વિસ્તાર હતો કે જ્યાં સિંચાઇ થઇ હતી. આ વર્ષે જમીનમાં ભેજ હોવાના કારણે બિનપિયત ઘઉંનું વાવેતર પણ વધી શકે છે.

વર્ષ 2020માં સમગ્ર ગુજરાતમાં 41.48 ઇંચ વરસાદ પડ્યો છે. જે 129.43 ટકા છે. જૂનમાં 4.27 ઇંચ, જુલાઇમાં 8.75 ઇંચ, ઓગસ્ટમાં 17.56 ઇંચ, સપ્ટેમ્બરમાં 10.98 ઇંચ વરસાદ થયો હતો.

ચોમાસના છેલ્લા મહિનામાં પડેલો વરસાદ ઘઉંના વાવેતર માટે મહત્વનો હોય છે. વર્ષ 2010થી 2018ના સપ્ટેમ્બરમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 33.81 ઇંચ, દક્ષિણ ગુજરાતમાં 78.42 ઇંચ, મધ્ય ગુજરાતમાં 38.66 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 27.75 ઇંચ, કચ્છમાં 23.24 ઇંચ વરસાદ થાય છે.

નોંધનીય છે કે, ભારતમાં 25 વર્ષનો શ્રેષ્ઠ વરસાદ થયો છે. 120 વર્ષોમાં 2020નું વર્ષ 19મું છે જ્યાં 109 ટકા વરસાદ પડ્યો છે. 61 વર્ષ પછી એવું થયું છે કે સતત બે ચોમાસામાં સરેરાશથી વધું થયો છે. 2019માં 110%, 1916માં 110%, 1917માં 120% વધારે વરસાદ થયો છે.

(સંકેત)

Exit mobile version