1. Home
  2. revoinews
  3. દેશના દરેક રાજ્યોમાં કોરોના ટેસ્ટની ફી સમાન હોવી જોઇએ: સુપ્રીમ કોર્ટ
દેશના દરેક રાજ્યોમાં કોરોના ટેસ્ટની ફી સમાન હોવી જોઇએ: સુપ્રીમ કોર્ટ

દેશના દરેક રાજ્યોમાં કોરોના ટેસ્ટની ફી સમાન હોવી જોઇએ: સુપ્રીમ કોર્ટ

0
  • દેશના દરેક રાજ્યોમાં કોરોનાના ટેસ્ટ અંગે અલગ અલગ ફીની વસૂલાતનો મામલો
  • દેશના દરેક રાજ્યમાં કોરોના ટેસ્ટની એક સમાન ફી હોવી જોઇએ: સુપ્રીમ કોર્ટ
  • દરેક રાજ્યમાં એક નિષ્ણાતની પેનલ બનાવવાનું પણ સુપ્રીમનું સૂચન

દેશના દરેક રાજ્યોમાં કોરોનાના ટેસ્ટ કરવાની ફી અલગ અલગ વસૂલાય છે ત્યારે સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ બાબતે કેન્દ્ર સરકારનો ઉઘેડો લીધો હતો અને કેન્દ્ર સરકારને આ બાબતે યોગ્ય નિર્ણય કરવાનો નિર્દેશ કર્યો હતો. કોર્ટે કહ્યું કે દરેક રાજ્યમાં ફી એકસમાન હોવી જોઇએ. ન્યાયાધીશ અશોક ભૂષણ, જસ્ટિસ એસકે કૌલ તેમજ જસ્ટિસ એમ આર શાહની બેન્ચે કહ્યું કે દરેક રાજ્યમાં એક નિષ્ણાત પેનલ બનાવવામાં આવે જે હોસ્પિટલમાં જઇને દર્દીઓની દેખરેખ અંગ સમીક્ષા કરે.

એક સમિતિએ ફી ઘટાડવા અંગે કરેલી ભલામણ બાદ દિલ્હીમાં કોરોનાની ટેસ્ટ માટે ફી 2400 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એ એક મીટિંગમાં કહ્યું હતું કે હાઇલેવલ કમિટીએ દિલ્હીમાં કોરોના ટેસ્ટની ફી ઘટાડી છે. જો ઉત્તર પ્રદેશ તેમજ હરિયાણામાં ફી 2400 રૂપિયાથી વધુ હોય તો રાજ્ય સરકાર સહમતિ સાથે તેને ઘટાડી શકે છે.

તે ઉપરાંત કોર્ટે પ્રવાસી મજૂરો તેમજ તેને જોડાયેલી બાબતોની પણ નોંધ લીધી હતી અને રાજ્ય અને કેન્દ્ર સરકારને કોર્ટના 9 જૂનના આદેશનું પાલન કરવાનો નિર્દેશ કર્યો હતો. કોર્ટ તરફથી નક્કી કરાયેલા સમય મૂજબ તમામ મજૂરોને ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે તેવો પણ સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.