Site icon hindi.revoi.in

નવા કાયદામાં MSPની સુરક્ષા ઉપરાંત ખેડૂતોને બીજા વિકલ્પ મળશે: રવિશંકર પ્રસાદ

Social Share

નવી દિલ્હી: કૃષિ કાયદા સામે ખેડૂતો દ્વારા થઇ રહેલા આંદોલનને એક સપ્તાહ જેટલો સમય થઇ ગયો છે. ખેડૂતો દિલ્હી બોર્ડર પર ચક્કાજામ કરીને બેઠા છે ત્યારે મોદી સરકારના મંત્રી રવિ શંકર પ્રસાદે નવા કાયદા અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે અને કહ્યું છે કે નવો કાયદો કોઇપણ રીતે ખેડૂત વિરોધી નથી.

આ અંગે રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, મોદી સરકારનો નવો કાયદો ઉલટાનું ખેડૂતોને વધારે શક્તિ આપશે. આ બિલ હેટળ MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝની સુરક્ષા તો ખેડૂતોને મળવાની છે પરંતુ તેની સાથોસાથ  બીજા વિકલ્પ પણ ખેડૂતોને મળી રહેશે.

રવિ શંકર પ્રસાદે વધુમાં કહ્યું હતું કે,  કાયદો ખેડૂત વિરોધી છે તેવો અપ પ્રચાર થઇ રહ્યો છે. હકીકતમાં તો MSPની સુરક્ષા તો ખેડૂત પાસે હશે જ પણ ખેડૂતો ફૂડ પ્રોડક્શન અને પ્રોસેસિંગ કંપનીઓ સાથે આ કાયદાના કારણે પ્રત્યક્ષ સોદો કરીને વધારે કમાણી કરી શકશે.

મહત્વનું છે કે, ખેડૂતો દિલ્હી બોર્ડર પર ચક્કાજામ કરીને આંદોલન કરી રહ્યા છે અને આ વચ્ચે તેઓ આવતીકાલે એટલે કે 3 ડિસેમ્બરે મોદી સરકાર સાથે આ બાબતે વાટાઘાટો કરશે. એ પહેલા સરકારે આજે ખેડૂતોના સૂચનો પણ મંગાવ્યા છે. બીજી તરફ ખેડૂતોના આંદોલનમાં મોટી સંખ્યામાં દૈનિક નવા ખેડૂતો જોડાઇ રહ્યા છે અને આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે.

(સંકેત)

Exit mobile version