1. Home
  2. revoinews
  3. જુઓ દુર્લભ પ્રજાતિના ગોલ્ડન ટાઇગરની તસવીરો, સોશિયલ મીડિયામાં છે વાયરલ
જુઓ દુર્લભ પ્રજાતિના ગોલ્ડન ટાઇગરની તસવીરો, સોશિયલ મીડિયામાં છે વાયરલ

જુઓ દુર્લભ પ્રજાતિના ગોલ્ડન ટાઇગરની તસવીરો, સોશિયલ મીડિયામાં છે વાયરલ

0
  • સોશિયલ મીડિયામાં ગોલ્ડન ટાઇગરની તસવીરો થઇ વાયરલ
  • ગોલ્ડન ટાઇગર કાઝિરિંગા નેશનલ પાર્કમાં થયો સ્પોટ
  • ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર પ્રવીણ કાસવાને શેર કરી તસવીર

ભારતમાં ગોલ્ડન ટાઇગરની પ્રજાતિ દુર્લભ કહી શકાય અથવા તો તે લુપ્ત થવાને આરે છે. દુર્લભ એવા આ ગોલ્ડન ટાઇગરની જો ઝલક જોવા મળી જાય તો હૃદય પ્રફુલ્લિત થઇ જાય. સોશિયલ મીડિયા પર હાલમાં આવા જ એક ગોલ્ડન ટાઇગરની તસવીરો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ વાઘને ટૈબી ટાઇગર તેમજ સ્ટ્રોબેરી ટાઇગર તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર પ્રવીણ કાસવાને આ તસવીરો ટ્વીટર હેન્ડલ પર શેર કરી છે.

આ ગોલ્ડન ટાઇગર કાઝિરંગા નેશનલ પાર્કમાં સ્પોટ થયો છે. પ્રવીણ કાસવાને શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબજ પસંદ કરવામાં આવી રહી છે. સાથોસાથ આ તસવીરો પર અત્યારસુધી 2 હજારથી વધુ વખત રિટ્વિટ અને 16 હજારથી વધુ લાઇક્સ આવી ચૂકી છે. ગોલ્ડન ટાઇગરનો સોનેરી રંગ લોકોને તેના તરફ આકર્ષિત કરે છે.

જો કે, સોશિયલ મીડિયામાં આ ગોલ્ડન ટાઇગર લોકોને ભલે પસંદ આવી રહ્યો હોય પરંતુ આવા માત્ર 4 ગોલ્ડન ટાઇગર અસ્તિત્વમાં છે જે ખરા અર્થમાં ચિંતાનો વિષય છે. જેમ અનેક પ્રજાતિ લુપ્ત થઇ રહી છે ત્યારે હવે આ ગોલ્ડન ટાઇગરની પ્રજાતિ પણ લુપ્ત થવાને આરે છે ત્યારે આ પ્રકારની તકલીફમાં રહેલા ટાઇગરોની પ્રજાતિને અલગ તારવીને તેમનું ક્રોસ-બ્રિડિંગ કરાવવામાં આવે તે ખૂબ જ આવશ્યક છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.