Site icon hindi.revoi.in

સરકારે ચીન કનેક્શન ધરાવતું 44 ‘વંદે ભારત’ ટ્રેનનું ટેન્ડર કર્યું રદ

Social Share

ભારતે ચીનને વધુ એક ઝટકો આપ્યો છે. હકીકતમાં, કેન્દ્ર સરકારે 44 ‘વંદે ભારત’ ટ્રેનનું ટેન્ડર રદ કરી નાખ્યું છે. રેલવે મંત્રાલયે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, રેલવેના આ પ્રોજેક્ટમાં ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમને પ્રાથમિકતા આપવામાં આવશે. એક સપ્તાહની અંદર નવું ટેન્ડર જાહેર કરવામાં આવશે. હકીકતમાં ચીનની કંપનીના સંયુક્ત સાહસ CRRC પાયોનિયર ઇલેક્ટ્રિક (ભારત) પ્રાઇવેટ લિમિટેડ (CRRC Pioneer Electric (India) Pvt. Ltd.) એક માત્ર વિદેશી કંપની હતી જેને આ ટેન્ડર મળ્યું હતું.

રેલવે મંત્રાલયે નિવેદન જાહેર કર્યું હતું કે, “44 સેમી હાઇસ્પીડ ટ્રેન સેટ્સ (વંદે ભારત)નું ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું છે. એક સપ્તાહની અંદર ફ્રેશ ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ ટેન્ડર રિવાઇઝ્ડ પબ્લિક પ્રોક્યોરમેન્ટ આદેશ પ્રમાણે હશે. આ અંતર્ગત મેક ઇન ઇન્ડિયા મિશનને પ્રાથમિકતા અપાશે.”

નોંધનીય છે કે,  ચીની જોઇન્ટ વેન્ચર સામે આવ્યા બાદ રેલવે એવો પ્રયાસ કરી રહી છે કે કોઈ ભારતીય કંપનીને આ ટેન્ડર મળે. જે બાદમાં આ માટે ગત 10 જુલાઈના રોજ ઇન્ડિયન રેલવેએ ચેન્નાઇ સ્થિત ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી માટે ટેન્ડર બહાર પાડ્યું હતું.

(સંકેત)

 

Exit mobile version