Site icon hindi.revoi.in

કોર્ટની અવમાનનાનો મામલો: વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ દોષિત જાહેર

Social Share

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોર્ટની અવમાનના મામલે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને દોષિત જાહેર કર્યા છે. દેશના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્વ કથિત રીતે અપમાનજનક ટ્વીટ કરવા મામલે કોર્ટે સ્વયંભૂ સુનાવણી હાથ ધરી હતી.

પ્રાપ્ત અહેવાલ અનુસાર ન્યાયાધીશ અરુણ મિશ્રા, ન્યાયાધીશ બી આર ગવઇ અને ન્યાયાધીશ કૃષ્ણ મુરારીની ખંડપીઠે કોર્ટની અવમાનના મામલે પ્રશાંત ભૂષણને દોષિત જાહેર કરી દીધા છે. હવે સજા પર 20 ઑગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

જો કે દોષિત ઠેરવાયા બાદ પ્રશાંત ભૂષણે તેમણે કરેલી ટ્વીટ્સનો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ ટ્વીટ જસ્ટિસ વિરુદ્વ તેમના વ્યક્તિગત આચરણ મામલે કરવામાં આવ્યા છે તેને કંટેમ્પટ ઓફ કોર્ટ ગણાવી શકાય નહીં. કોર્ટે અગાઉ આ મામલે પ્રશાંત ભૂષણને 22 જુલાઇના રોજ કારણ જણાવો નોટિસ પાઠવી હતી.

(સંકેત)

 

Exit mobile version