Site icon hindi.revoi.in

કોર્ટના અનાદરનો કેસ: સુપ્રીમે પ્રશાંત ભૂષણને 1 રૂપિયાનો દંડ ફટકાર્યો, નહીં ચૂકવે તો 3 મહિનાની થશે જેલ

Social Share
કોર્ટના અનાદરને લઇને સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્વ સજા સંભળાવી દીધી છે. કોર્ટે પ્રશાંત ભૂષણ પર એક રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડ નહીં ભરવાની સ્થિતિમાં તેમને 3 મહિનાની જેલ થશે. સુપ્રીમ કોર્ટે સજા સંભળાવતા કહ્યું હતું કે, પ્રશાંત ભૂષણે 15 સપ્ટેમ્બર સુધીમાં દંડ નહીં ભર્યો તો તેમને 3 મહિનાની જેલ થશે. તેની સાથોસાથ 3 વર્ષ માટે પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકાશે.
આપને જણાવી દઇએ કે આ મામલો પ્રશાંત ભૂષણની વિવાદાસ્પદ ટ્વીટને લઇને છે. 14 ઓગસ્ટે કોર્ટે આ ટ્વીટ પર પ્રશાંત ભૂષણનો સ્પષ્ટીકરણનો અસ્વીકાર કરતાં તેમને કોર્ટના અનાદરનો દોષિત કરાર કર્યા હતા. કોર્ટે ભૂષણને કોઇ શરત વગર માફી માંગવા માટે સમય આપ્યો હતો, પરંતુ તેઓએ માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો.
ન્યાયાધીશ અરુણ મિશ્રાની અધ્યક્ષતામાં જસ્ટિસ બી.આર.ગવઇ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીને બેન્ચે કહ્યું કે, ભૂષણે પોતાના નિવેદનથી પબ્લિસિટી મેળવી, ત્યારબાદ કોર્ટે આ મામલા પર ગંભીર નોંધ લીધી.
જસ્ટિસ અરૂણ મિશ્રા (Justice Arun Mirhra)ની અધ્યક્ષતાવાળી બેન્ચે પ્રશાંત ભૂષણની વિરુદ્ધ સજા નક્કી કરી. ભૂષણને સજા સંભળાવતાં જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું કે, જજોને પ્રેસમાં ન જવું જોઈએ. કોર્ટની બહાર જજો દ્વારા કહેવામાં આવેલી વાતો પર વિશ્વાસ કરવો સ્વીકાર્ય નથી. કોર્ટની અનાદરના અધિનિયમ હેઠળ સજા તરીકે મહત્તમ 6 મહિનાની કેદ અથવા 2000 રૂપિયાનો દંડ કે બંને સજાની જોગવાઈ છે.

(સંકેત)

Exit mobile version