Site icon hindi.revoi.in

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના આજે બપોરે કરાશે અંતિમ સંસ્કાર, 7 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા

Social Share

– ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે સોમવારે થયું નિધન
– પ્રણવ મુખર્જીના નિધન બાદ કેન્દ્ર સરકારે 7 દિવસના રાષ્ટ્રીક શોકની કરી ઘોષણા
– પૂર્વ રાષ્ટ્રપતિના અંતિમ સંસ્કાર આજે બપોરે દિલ્હીમાં કરવામાં આવશે

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે સોમવારે નિધન થયું છે. તેમના દીકરા અભિજીત મુખર્જીએ ટ્વીટના માધ્યમથી પૂર્વ રાષ્ટ્રપતિના નિધનની પુષ્ટિ કરી હતી. પ્રણવ મુખર્જીના નિધન બાદ કેન્દ્ર સરકારે 7 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિના અંતિમ સંસ્કાર આજે દિલ્હીમાં કરવામાં આવશે.

આપને જણાવી દઇએ કે, પ્રણવ મુખર્જી લાંબા સમયથી બીમાર હતા. સોમવારે સવારે જ પ્રણવ મુખર્જીના ફેફસામાં ઇન્ફેક્શનની પુષ્ટિ થઇ હતી. ફેફસામાં ઇન્ફેક્શન બાદથી જ તેમની તબિયત વધુ લથડી હતી. તેમના નિધન બાદ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે તિરંગાને અડધી ડાંડીએ ફરકાવવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રદ્વાંજલિ પાઠવી
પ્રણવ મુખર્જીના નિધન પર શ્રદ્વાંજલિ પાઠવતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, પ્રણવ મુખર્જીના નિધનના સમાચાર સાંભળી દુખ થયું, તેમનું જવું એક યુગનો અંત છે. પ્રણવ મુખર્જીએ આખા દેશની સેવા કરી અને આજે તેમના જવા પર પર આખો દેશ દુખી છે.

નોંધનીય છે કે, પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટના રોજ દિલ્હીની આર્મી એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ જ દિવસે બ્રેનથી ક્લોટિંગ માટે ઇમરજન્સીમાં સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી બાદ તેઓ કોમામાં સરી પડ્યા હતા. ત્યારબાદ તેઓને કોરોના પોઝિટિવ હોવાની પણ પુષ્ટિ થઇ હતી.

(સંકેત)

Exit mobile version