Site icon hindi.revoi.in

કોરોનાના સંકટ દરમિયાન પોલીસે માનવતાના અનેક કાર્યો કર્યા: PM મોદી

Social Share

સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ પોલીસ એકેડમીના દીક્ષાંત સમારોહમાં પીએમ મોદી મુખ્ય અતિથી તરીકે સામેલ થયા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કેસ એ ભાવ હોવો જોઇએ કે ખાખીના સન્માનને હું ક્યારેય ઝુકવા નહીં દઉ. જેટલું સન્માન મારા ત્રિરંગા પ્રત્યે છે તેટલું જ સન્માન ખાખી પ્રત્યે પણ હોવું જોઇએ. આજે વર્ષ 2018ની બેચના IPS પ્રોબેશનર્સની પાસિંગ આઉટ પરેડ થઇ હતી.

વીડિયો કોન્ફરન્સથી સમારોહમાં જોડાયેલા પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં કોરોનાના આ સંકટના સમયમાં પોલીસ કર્મીઓ ઘણું સારું કામ કર્યું છે. પોલીસને આજે ઘણી ભૂમિકામાં જોવામાં આવે છે. પોલિસ માનવતાનું કામ કરે છે પરંતુ જીવનમાં તેની કલેક્ટિવ ઇમ્પેક્ટ નથી આવી. કોરોનાના સમયમાં ખાખી વર્ધીના લોકો ગીતો ગાઇને લોકોના ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા. ફૂટપાથ પર લોકોને ખાવાનું પણ આપતા હતા. આ સંજોગોમાં લોકોની પોલીસ પ્રત્યેની દ્રષ્ટિ બદલાઇ છે.

મહત્વનું છે કે, IPS પ્રોબેશનર્સની 11 મહિનાની ટ્રેનિંગ પછી દીક્ષાંત પરેડ રાખવામાં આવે છે. તેમાં મુખ્ય અતિથિને સલામી આપવામાં આવે છે. બેચના સૌથી સારા ઓફિસર પરેડ કમાન્ડર અને પ્લાટૂન કમાન્ડરની જવાબદારી સંભાળે છે. આ પાસિંગ આઉટ પરેડમાં 28 મહિલાઓ સહિત 131 IPS પ્રોબેશનર્સ સામેલ થયા હતા.

(સંકેત)

Exit mobile version