Site icon hindi.revoi.in

PM મોદી ‘આત્મનિર્ભર ભારત’ અંગે 15 ઓગસ્ટે કરશે મોટું એલાન

Social Share

– ભારતીય સૈન્યમાં ઉપયોગમાં લેવાતા 101 ઘાતક હથિયારો દેશમાં જ બનાવવામાં આવશે
– આગામી સમયમાં આ હથિયારોની આયાતને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે
– પીએમ મોદી 15 ઓગસ્ટના રોજ આત્મનિર્ભર ભારત સંદર્ભે નવા અવસરોની કરી શકે છે ઘોષણા

ભારતીય સૈન્યમાં ઉપયોગમાં લેવાતા 101 ઘાતક હથિયારો અને જરૂરતોના સામાનને ભારતમાં જ બનાવવામાં આવશે. રક્ષા મંત્રાલય તરફથી આત્મનિર્ભર ભારત તરફથી આ મોટું પગલું ભરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ હથિયારોની આયાતને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અનસુાર પીએમ મોદી 15 ઓગસ્ટના સ્વતંત્રતા પર્વ પર આત્મનિર્ભરને લગતા નવા અવસરોની જાહેરાત કરી શકે છે.

એક કાર્યક્રમને સંબોધિત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, રક્ષા ક્ષેત્રમાં 101 સામાનોને ઘરમાં જ બનાવવનો નિર્ણય દૂરંદેશી ધરાવતો નિર્ણય છે. કોરોના સંકટને કારણે દેશને આત્મનિર્ભર બનવાની આવશ્યકતા છે તે સ્પષ્ટ થઇ ચૂક્યું છે. ભારતની સરકાર દેશની સંપ્રભુતાને કોઇપણ રીતે હાનિ નહીં પહોંચવા દે. આગામી 15 ઓગસ્ટના રોજ પીએમ મોદી આત્મનિર્ભર ભારતને લઇને નવા અવસરો અંગે ઘોષણા કરી શકે છે.

મહત્વનું છે કે PM મોદીએ 20 લાખ કરોડના સ્વનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. આ અંતર્ગત, MSME ક્ષેત્રને રાહત આપવામાં આવી હતી, નાના વેપારીઓ અને લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે આ ઘોષણા પછીથી, વિવિધ મંત્રાલયોએ તેમના સ્તરે દેશી માલને પ્રોત્સાહન આપવાની, બાહ્ય માલ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ દિશામાં બીજી મોટી જાહેરાત કરી શકે છે, જે અંતર્ગત સંરક્ષણ મંત્રીએ સંકેત આપ્યા હતા.

(સંકેત)

Exit mobile version