1. Home
  2. revoinews
  3. ચીન સાથે તણાવ વચ્ચે PM મોદી લદાખ પહોંચ્યા, નીમૂ પોસ્ટ પર સ્થિતિનું કર્યું નિરીક્ષણ
ચીન સાથે તણાવ વચ્ચે PM મોદી લદાખ પહોંચ્યા, નીમૂ પોસ્ટ પર સ્થિતિનું કર્યું નિરીક્ષણ

ચીન સાથે તણાવ વચ્ચે PM મોદી લદાખ પહોંચ્યા, નીમૂ પોસ્ટ પર સ્થિતિનું કર્યું નિરીક્ષણ

0
  • ચીનની સાથે સરહદ પર તણાવ અને મંત્રણા વચ્ચે પીએમ મોદી લદ્દાખ પહોંચ્યા
  • પીએમની સાથે CDS બિપિન રાવત અને સેના પ્રમુખ એમ.એમ. નરવણે પણ પહોંચ્યા
  • પીએમ મોદીએ સ્થિતિનું કર્યું નિરીક્ષણ, સૈનિકો સાથે કરી વાતચીત

ચીનની સાથે સરહદ પણ તણાવ અને ચીનની સેના સાથે મંત્રણાની વચ્ચે પીએમ મોદી શુક્રવારે સવારે લેહ લદ્દાખ પહોંચ્યા હતા. વડાપ્રધાને અહીં વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને નીમૂ પોસ્ટ વિશે પણ જાણકારી પ્રાપ્ત કરી હતી. પીએમ મોદીએ આ યાત્રા દરમિયાન સૈનિકો સાથે પણ વાતચીત કરી હતી.

વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, હાલ પીએમ મોદી નીમૂના એક ફોરવર્ડ લોકેશન પર છે. અહીં તેવો વહેલી પરોઢે પહોંચી ગયા હતા. આ સ્થળ 11,000 ફુટની ઊંચાઇ પર સ્થિત છે. આ વિસ્તાર સિંધ નદીના કિનારે અને જાંસ્કર રેન્જથી ઘેરાયલું ખૂબ જ દુર્ગમ સ્થળ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પીએમ મોદી સવારે લદ્દાખ પહોંચ્યા બાદ તેઓને આર્મી, એરફોર્સ અને આઇટીબીપી દ્વારા નીમૂની એક ફોરવર્ડ પોસ્ટ પર બ્રીફિંગ આપવામાં આવ્યું. સમુદ્રતટથી 11,000 ફુટની ઊંચાઇ પર સ્થિત નીમૂ જાંસ્કર રેન્જથી ઘેરાયેલું અને સિંધુના તટ પર છે.

પીએમ મોદીની મુલાકાત દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણે તેમની સાથે છે. આ પ્રવાસ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ પીએમની સાથે નથી. 15 જૂને લદાખમાં થયેલા હિંસક ઘર્ષણ બાદ સુરક્ષા મામલાઓની મંત્રીમંડળીય સમિતિના એક સભ્યની આ પહેલી મુલાકાત છે જ્યાં ચીની સૈનિકોની સાથે સામ-સામેના ઘર્ષણમાં 20 સૈનિક શહીદ થયા હતા.

નોંધનીય છે કે, પીએમ મોદીનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પીએમ મોદીએ તાજેતરમાં જ કહ્યું હતું કે લદ્દાખમાં થયેલા ઘર્ષણનો ચીનને યોગ્ય જવાબ આપવામાં આવશે. તેના બે દિવસની અંદર ભારતે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. પ્રતિબંધિત એપ્સમાં TikTok, શૅરઇટ જેવી એપ્સનો પણ સમાવેશ થાય છે, જે ભારતમાં ખૂબ લોકપ્રિય છે. આ ઉપરાંત, પીએમ મોદીએ બુધવારે ચીની એપ વીઇબો પણ છોડી દીધી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.