1. Home
  2. revoinews
  3. PM મોદીએ આ કારણોસર 19 જૂને બોલાવી સર્વપક્ષીય બેઠક
PM મોદીએ આ કારણોસર 19 જૂને બોલાવી સર્વપક્ષીય બેઠક

PM મોદીએ આ કારણોસર 19 જૂને બોલાવી સર્વપક્ષીય બેઠક

0
  • ભારત અને ચીન વચ્ચે LAC પર ઘર્ષણનો મામલો
  • PM મોદીએ 19 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી
  • ભારત-ચીનની સરહદ સ્થિતિ અંગે થશે ચર્ચા

ભારત અને ચીન વચ્ચે સીમા પર ઘર્ષણ ચાલી રહ્યું છે અને ભારતના 20 સૈનિકો શહાદત પામ્યા છે. બન્ને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિને લઇને પીએમ મોદીએ 19 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ભારત-ચીન સરહદની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. 19 જૂને સાંજે 5 વાગ્યે આયોજીત થનારી આ વર્ચ્યૂઅલ બેઠકમાં અનેક પક્ષોના પ્રમુખ સામેલ થઇ શકે છે.

આપને જણાવી દઇએ કે 15-16 જૂન દરમિયાન રાત્રે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ અધિકારી સહિત 20 જવાન શહીદ થયા હતા. 4 જવાનોની હાલત નાજુક છે. લદ્દાખમાં 14 હજાર ફૂંટની ઊંચાઇએ આવેલી ગલવાન ઘાટીમાં LAC પર આ સંઘર્ષ 3 કલાક સુધી ચાલ્યો હતો. પથ્થરો, લાઠીઓ અને ધારદાર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, અગાઉ આજે પીએમ મોદીએ ચીન પર આડકતરી રીતે નિશાન સાધતા કહ્યું હતું કે ભારત એક શાંતિપ્રીય દેશ છે પરંતુ ભારત સમય પડે જવાબ પણ આપી શકે છે. ભારત પોતાની અખંડતા અને સંપ્રભુતા સાથે કોઇ બાંધછોડ કરશે નહીં અને જે ભારતીય જવાન શહીદ થયા છે તેમનું બલીદાન વ્યર્થ નહીં જાય.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.