Site icon Revoi.in

PM મોદીનું માત્ર 12.26 મિનિટનું રાષ્ટ્રજોગ સંબોધન, કહ્યું – જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલ નહીં

Social Share

નવી દિલ્હી: કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પીએમ મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે દેશવાસીઓને તહેવારોની મોસમમાં કોઇપણ પ્રકારની બેદરકારી ન દાખવવાની સલાહ આપી હતી. તે ઉપરાંત કોરોના સંક્રમણથી બચવા દો ગજ કી દૂરી, સમયાંતરે સાબુથી હાથ ધોવા અને માસ્ક પહેરવા દેશવાસીઓને અપીલ કરી હતી. સાથોસાથ પીએમ મોદીએ સરકાર રસી બને તેટલી જલ્દી લોકોના ઘર સુધી પહોંચે તે માટે સરકાર પ્રયાસરત છે તેવી ખાતરી પણ આપી હતી. આપને જણાવી દઇએ કે કોરોના મહામારી દરમિયાન પીએમ મોદીનું આ સાતમું સંબોધન હતું. કોરોનાકાળનું આ મોદીનું સૌથી ટૂંકું સંબોધન હતું. આ સંબોધન તેમણે 12.26 કર્યું હતું. આ અગાઉ તેમણે 30 જૂને સંબોધન કર્યું હતું. એ દિવસે તેઓ 17 મિનિટ બોલ્યા હતા.

અગાઉ પીએમ  મોદી દ્વારા અત્યારસુધી અનેકવાર રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવ્યું છે. જેમાં જનતા કર્ફ્યૂ, 21 દિવસનું લૉકડાઉન, કોરોના વોરિયર્સ માટે દીપ પ્રગટાવવાની અપીલ સમયે પણ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા જ પીએમ મોદીએ દેશમાં ચાલી રહેલી કોરોના વેક્સીન ટ્રાયલ પર બેઠક પણ કરી હતી.

આજના પીએમ મોદીના સંબોધન વિશે અહીંયા વાંચો અને સંબોધનનો વીડિયો પણ જુઓ

નિહાળો પીએમ મોદીનું લાઇવ સંબોધન

પીએમ મોદીના સંબોધનના અંશો

(સંકેત)