Site icon Revoi.in

પોઝિટિવ ન્યૂઝ: ફાર્મા કંપની ફાઇઝરનો દાવો, વર્ષ 2020માં જ તૈયાર કરી લેશે કોરોનાની વેક્સીન

Social Share

નવી દિલ્હી: વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. સમગ્ર વિશ્વમાં કેસની કુલ સંખ્યા 4 કરોડનો પાર થઇ ચૂકી છે અને બીજી તરફ કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 11 લાખ 50 હજારને પાર કરી ગઇ છે. આ વચ્ચે કોરોનાની વેક્સીનને લઇને એક મહત્વના સમાચાર આવ્યા છે. ફાર્મા કંપની ફાઇઝરના અધિકારી અનુસાર કંપની આ જ વર્ષે કોરોનાની વેક્સીન તૈયાર કરી લેશે.

આ અંગે વાત કરતા દિગ્ગજ ફાર્મા કંપની ફાઇઝરના અધિકારીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે કંપની આશા રાખે છે કોરોનાની સારવાર માટે આ વર્ષે રસી લાવી શકે. તેની સાથે જ તેમનું કહેવું છે કે, ફાર્મા કંપની ફાઇઝરે ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ઘણો ઓછો નફો નોંધાવ્યો છે.

કોરોના વેક્સીનના ઉત્પાદન અંગે વાત કરતા કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ અલ્બર્ટ બોર્લાનું કહેવું છે કે, કોરોના વિરુદ્વ તૈયાર કરવામાં આવી રહેલ વેક્સીનનું ટેસ્ટિંગ સમયસર પૂર્ણ થઇ જાય અને આ જ રસીને જો મંજૂરી મળી જાય તો તે વર્ષ 2020માં જ અમેરિકામાં રસીના 40 મિલિયનથી વધારે ડોઝનું પ્રોડક્શન કરી શકે છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે યોગ્ય સમયસર જો બધું ઠીક રહ્યું તો તે ડોઝના વિતરણ માટે સમય પર તૈયાર રહેશે. તેમની કંપનીએ અમેરિકાની સરકાર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જે અનુસાર તેઓ વર્ષાન્ત સુધીમાં 40 મિલિયન અને માર્ચ 2021ના અંત સુધી 100 મિલિયન ડોઝનું ઉત્પાદન કરી શકે છે.

(સંકેત)