Site icon hindi.revoi.in

ગ્રાહકોને ઓછું પેટ્રોલ-ડીઝલ આપતા પેટ્રોલપંપ ધારકોનું હવે લાઇસન્સ થશે રદ

Social Share

દેશભરના ગ્રાહકોના હિતોના રક્ષણના ઉદ્દેશ સાથે ગત 20 જુલાઇથી સમગ્ર દેશમાં નવા ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 ને લાગૂ કરવામાં આવ્યું છે. આ નવા અધિનિયમ બાદ ગ્રાહકો સાથે છેતરીપિંડી કરનાર વિરુદ્વ મોટી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ અધિનિયમ લાગૂ થયા પછી પેટ્રોલ-ડીઝલની ચોરી કરતા પેટ્રોલ સંચાલકો વિરુદ્વ કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરાઇ છે.

દેશના અનેક પેટ્રોલ પંપ પર ચિપ લગાવીને તેલની ચોરી કરવાનું સંચાલકોને ભારે પડી શકે છે. દેશના અનેક સ્થળો પર પેટ્રોલ પંપો પર મશીનોમાં ચીપ લગાવીને પેટ્રોલ અને ડીઝલની ચોરી કરવામાં આવે છે. જો કે હવે આ લોકોની ખેર નથી. મોદી સરકારે આવા લોકો વિરુદ્વ કડક પગલાં ભર્યા છે.

પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા ગ્રાહકોને વારંવાર ઓછું પેટ્રોલ-ડીઝલ આપીને છેતરવામાં આવતા હોય છે પરંતુ હવે નવા ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 હેઠળ પેટ્રોલ પંપ સંચાલકો ગ્રાહકોને ઠગી નહીં શકે. આ માટે પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલના માનકમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે ગ્રાહકોની ફરિયાદ પર પેટ્રોલ પંપને દંડ ભરવો પડશે અને સાથે જ તેમનું લાઇસન્સ રદ્દ પણ થઇ શકે છે.

દેશના મોટા શહેરોથી લઇને નાના શહેરો અને ગામડા સુધી પેટ્રોલ પંપ પર ચોરી કરવાની સમસ્યા રહેલી છે. પૂરા પૈસા ભરીને પણ ગ્રાહકોને યોગ્ય પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ નથી મળી રહ્યું. તે ઉપરાંત ફિક્સ રૂપિયા જેમ કે 100 કે 500 રૂપિયાના પેટ્રોલમાં ગ્રાહકોની ચીપ લગાવીને સૌથી વધુ ઠગાઇ થાય છે.

હવે નવા ગ્રાહક સંરક્ષણ કાનૂન 2019 મુજબ નકલી વસ્તુઓની બનાવવા અને વેચવા પર નિયમો કડક કરવામાં આવ્યા છે. પહેલી વાર આ નવા નિયમ હેઠળ ન્યાયાલયમાં જો દોષ સાબિત થાય છે તો જે તે પેટ્રોલ પંપનું લાઇસન્સ બે વર્ષની સમય સીમા માટે રદ્દ થઇ શકે છે. અને બીજી વાર તે જ પેટ્રોલ પંપથી ફરિયાદ આવી તો હંમેશા માટે લાયસન્સ રદ્દ થઇ શકે છે.

(સંકેત)

Exit mobile version