1. Home
  2. revoinews
  3. કોરોના સંક્રમણ ફેલાતા હવે દેશનું આ સૌથી મોટું દવા માર્કેટ થયું બંધ
કોરોના સંક્રમણ ફેલાતા હવે દેશનું આ સૌથી મોટું દવા માર્કેટ થયું બંધ

કોરોના સંક્રમણ ફેલાતા હવે દેશનું આ સૌથી મોટું દવા માર્કેટ થયું બંધ

0
  • દેશભરમાં કોરોનાનો કહેર યથાવત્, 3 લાખથી પણ વધુ કેસ
  • કેસ વધવાની સાથોસાથ મૃતકોની સંખ્યામાં પણ વધારો
  • હવે દિલ્હીનું ભગીરથ પેલેસ માર્કેટ 1 સપ્તાહ માટે રહેશે બંધ

દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે. દેશમાં 3 લાખથી વધુ કોરોનાના કેસ આવી ચૂક્યા છે અને આ સંકટ વધુ ગંભીર બની રહ્યું છે. તે ઉપરાંત મૃતકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. બીજી તરફ કોરોના હોટસ્પોટ ગણાતા દિલ્હીમાં આવેલા દવા માર્કેટમાં પણ વેપારીઓ અને ત્યાંના કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતા આ માર્કેટ બંધ કરવાની ફરજ પડી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વેપારીઓ તેમજ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા જૂના દિલ્હીમાં આવેલું ભગીરથ પેલેસ બંધ કરવામાં આવ્યું છે. જૂની દિલ્હીમાં સ્થિત ભગીરથ પેલેસના ઘણા દુકાનદારો  અને તેમના કર્મચારીઓને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા આ માર્કેટને આગામી એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે અને હાલમાં ભગીરથ માર્કેટને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. આ દવા માર્કેટ 24 જૂનથી ફરીથી ખુલશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.