1. Home
  2. revoinews
  3. આત્મનિર્ભર ભારત પેકેજ: અત્યારસુધી 28 ટકા પ્રવાસી મજૂરોને મળ્યું રાશન
આત્મનિર્ભર ભારત પેકેજ: અત્યારસુધી 28 ટકા પ્રવાસી મજૂરોને મળ્યું રાશન

આત્મનિર્ભર ભારત પેકેજ: અત્યારસુધી 28 ટકા પ્રવાસી મજૂરોને મળ્યું રાશન

0
  • પ્રવાસી મજૂરો માટે સરકારે આત્મનિર્ભર યોજના હેઠળ અનાજ વિતરણ શરૂ કર્યું હતું
  • પ્રવાસી મજૂરો પૈકી અત્યારસુધી 28 ટકા શ્રમિકોને પેકેજનો મળ્યો લાભ
  • 15 મેના રોજ સરકારે 8 કરોડ પ્રવાસી મજૂરો માટે યોજનાની જાહેરાત કરી હતી

કોરોના વાયરસની મહામારીને કારણે ખાસ કરીને પોતાના વતન પરત ફરવા માટે મજબૂર થયેલા પ્રવાસી મજૂરોની હાલત કફોડી બની છે અને તેઓ ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. સરકારે આ લોકો માટે આત્મનિર્ભર પેકેજ રજૂ કર્યું છે જેમાં આ લોકો માટે નિ:શુલ્ક રાશનની જોગવાઇ છે. જો કે, પ્રવાસી મજૂરો પૈકી ફક્ત 28 ટકા શ્રમિકોને જ હજુ સુધી આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ લાભ મળ્યો છે.

આપને જણાવી દઇએ કે સરકારે 15 મેના રોજ જાહેરાત કરી હતી કે મે અને જૂન મહિનામાં કુલ આઠ કરોડ એવા પ્રવાસી મજૂરો, ફસાયેલા લોકો અને જરૂરિયાત ધરાવતા લોકોને મફત રાશન અપાશે જેમની પાસે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ કે રાજ્ય સાર્વજનિક વિતરણ પ્રણાલી હેઠળ રાશન કાર્ડ નથી.

જો કે સરકારની આઠ કરોડ લોકોને અનાજ વિતરણ કરવાની યોજના ઉચિત રીતે લાગૂ થતી હોય તેવું લાગતું નથી. ગત નવ જુલાઈએ ગ્રાહકો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર મે મહિનામાં ફક્ત 2.34 કરોડ અને જૂન મહિનામાં ફક્ત 2.25 કરોડ પ્રવાસી મજૂરોને ખાદ્ય વસ્તુઓ ઉપલબ્ધ કરાવી છે. 

જો આ સંખ્યાની ગણતરી કરવામાં આવે તો તે સરકાર દ્વારા નિર્ધઆરિત કુલ 8 કરોડ લાભાર્થીઓની તુલનામાં માત્ર 28 ટકા જેટલી જ છે. આ સિવાય યોજના અંતર્ગત કુલ આઠ લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નની ફાળવણી થઇ છે પરંતુ આ પૈકી રાજ્યોએ હજુ સુધી 6.39 ટકા જ ખાદ્ય-વસ્તુનો જથ્થો ઉપાડ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.