Site icon hindi.revoi.in

સરકાર હવે વન નેશન વન હેલ્થ કાર્ડ લાવશે, 15 ઓગસ્ટના રોજ થઈ શકે જાહેરાત

Social Share

કેન્દ્ર સરકાર વન નેશન વન રેશન કાર્ડ બાદ હવે વન નેશન વન હેલ્થ કાર્ડ યોજના પણ લાગુ કરવા જઈ રહી છે. 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે પીએમ મોદી લાલ કિલ્લા પરથી આ યોજનાની જાહેરાત કરી શકે છે.

સરકાર વર્તમાન સમયમાં તમામ દેશવાસીઓનો હેલ્થ રેકોર્ડ ડિજિટલ કરવાની તૈયારી કરી રહી છે અને તેના અંતર્ગત જ આ યોજના લાગુ કરવામાં આવી રહી છે.

પ્રત્યેક નાગરિકની સારવાર ની જાણકારી રખાશે

આ યોજના હેઠળ દેશના પ્રત્યેક નાગરિકે કરાવેલી સારવાર અથવા ભવિષ્યમાં તેની જે પણ સારવાર થાય તેની જાણકારી રાખવામાં આવશે. તેનો ફાયદો એ થશે કે દેશની કોઈપણ હોસ્પિટલ કે ડોક્ટર પાસે સારવાર કરાવવા જશો ત્યારે તમારે કાગળો કે ટેસ્ટ રીપોર્ટ લઈને નહીં જવું પડે, માત્ર એક યુનિક આઈડી થી ડૉક્ટર તમારો મેડિકલ રેકોર્ડ જાણી શકાશે.

આ પ્રક્રિયાને સફળ બનાવવા માટે તમામ હોસ્પિટલ, ક્લિનિક વગેરેને એક સેન્ટ્રલ સર્વર સાથે લિન્ક કરવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર રીતે યોજનાને લાગુ કરવામાં આવશે. જો કે સરકારે હજુ સુધી આ યોજનાને લોકોની મરજી પર છોડી છે કે તેઓ તેનો લાભ લેવા ઈચ્છે છે કે નહીં.

મહત્વનું છે કે, સરકારે આ યોજનાના પ્રથમ તબક્કા માટે 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. સરકારે જણાવ્યું કે, આ યોજનાના માધ્યમથી દેશનું સ્વાસ્થ્ય વાતાવરણ બદલવા પ્રયત્ન થઈ રહ્યો છે. ઉપરાંત લોકોની વ્યક્તિગત જાણકારી સુરક્ષિત અને ખાનગી રહે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.

(સંકેત)

Exit mobile version