Site icon Revoi.in

દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી શૈક્ષણિક વર્ષથી અનામત લાગુ થશે

Social Share

નવી દિલ્હી: દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2021-22થી અનામત લાગુ કરવામાં આવશે. સંરક્ષણ સચિવ અજય કુમારે જાણકારી આપતા કહ્યું હતું કે, દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી વર્ષથી ઓબીસી માટે 27 ટકા બેઠકો અનામત રહેશે.

આપને જણાવી દઇએ કે, દેશનું સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી સૈનિક સ્કૂલ સોસાયટી દેશમાં 33 સૈનિક સ્કૂલોનું સંચાલન કરે છે. આ અંગે અજય કુમારે જણાવ્યું હતું કે, 13 ઑક્ટોબરે તમામ સ્કૂલોના આચાર્યોને આ નિર્ણયનો અમલ કરવા માટે સૂચના આપતો પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, કોઇપણ સૈનિક સ્કૂલોમાં 67 ટકા બેઠકો જે રાજ્યમાં સ્કૂલ આવેલી છે તેના ઉમેદવારો માટે રિઝર્વ છે. જ્યારે 33 ટકા બીજા રાજ્યોના ઉમેદવારો માટે છે.

 

આ બંને કેટેગરીમાં 15 ટકા બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને 27 ટકા બેઠકો ઓબીસી માટે છે. આ નીતિ નવા વર્ષથી લાગુ કરવામાં આવશે.

મહત્વનું છે કે, જાનગરના બાલાછડીમાં સૈનિક સ્કૂલ કાર્યરત છે અને આ સ્કૂલમાં પહેલી વખત નવા વર્ષથી છોકરીઓને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે કુલ બેઠકો પૈકી 10 ટકા વિદ્યાર્થીનીઓ માટે રિઝર્વ રાખવામાં આવશે. તાજેતરમાં જ ગુજરાતના ડિફેન્સ પીઆરઓ દ્વારા આ બાબતે જાહેરાત કરવામાં આવી હતી. મહિલા સશક્તિકરણની દિશામાં આ સરાહનીય પગલું કહી શકાય.

(સંકેત)