Site icon Revoi.in

કોરોના પરોઠા પછી હવે રેસ્ટોરન્ટમાં સર્વ થાય છે ‘કોરોના કરી’ અને માસ્ક નાન

Social Share

તમે અત્યારસુધી કોરોના નામની દુકાન, કોરોનાની સાડી, માસ્ક પરાઠા વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ શું તમે ક્યારેય ફૂડ આઇટમ માસ્ક નાન અને કોરોના કરી વિશે સાંભળ્યું છે?, જી હા, પણ આ હકીકત છે. જોધપુરના એક રેસ્ટોરન્ટમાં માસ્ક નાન અને કોરોના કરી સર્વ કરવામાં આવે છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તે હાલમાં સોશિયલ મીડિયામાં પણ ખૂબજ વાયરલ છે.

https://twitter.com/Nationfirst0012/status/1289157005744074752

હોસ્પિટાલિટી સેક્ટરને હાલમાં મોટો ફટકો પડ્યો છે ત્યારે તેમાં પણ કેટલાક રેસ્ટોરન્ટ્સ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે આ પ્રકારના પ્રયોગ કરતા હોય છે. આ રેસ્ટોરન્ટના માલિક એ જણાવ્યું હતું કે અહીં શુદ્વ શાકાહારી ખાવા વાળા લોકોની સંખ્યા વધારવા માટે એક પ્રયોગ કર્યો હતો. તે ઉપરાંત લોકોમાં કોરોના સંક્રમણ વિશે જાગૃતતા ફેલાવવા માટે માસ્ક નાન અને કોરોના કરી સર્વ કરી રહ્યા છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમે કંઇક રોચક વસ્તુ બનાવવાનું વિચાર્યું હતું. જેમાં લોકોની રૂચિ અને ઉત્સુકતા વધે અને લોકો રેસ્ટોરન્ટમાં આવવા માટે આકર્ષિત થાય. હાલ કોરોના ડિશની આ ફોટો સોશિયલમ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

આ રેસ્ટોરન્ટમાં મલાઇ કોફ્તાને કોરોના વાયરસના શેપમાં બનાવવામાં આવે છે. કોફ્તાના બોલ્સમાં સ્પાઇક્સ બનાવવામાં આવ્યા છે. જે કોરોના વાયરસના ક્રાઉન જેવું દેખાય છે. તે ઉપરાંત બટર નાનને પણ માસ્કનો આકાર આપવામાં આવ્યો છે જેથી કરીને લોકોમાં કોરોના સંક્રમણ વિશે જાગૃતતા પણ ફેલાય અને લોકોની રૂચિ તેમજ ઉત્સાહ વધે.

મહત્વનું છે કે, અત્યારે જ્યારે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકોમાં ખાસ કરીને તેના વિશે જાગૃતતા ફેલાય તેમજ લોકો વધુને વધુ માસ્કનો ઉપયોગ કરી સંક્રમણથી બચે તે માટે હોસ્પિટાલિટી સેક્ટર દ્વારા કરવામાં આવતા આ પ્રકારના પ્રયોગ ખરા અર્થમાં સરાહનીય છે.

(સંકેત)