1. Home
  2. revoinews
  3. ઇન્ડિયા ટૂડેના બેસ્ટ કોલેજ રેન્કિંગ 2020માં સતત બીજા વર્ષે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમને સ્થાન
ઇન્ડિયા ટૂડેના બેસ્ટ કોલેજ રેન્કિંગ 2020માં સતત બીજા વર્ષે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમને સ્થાન

ઇન્ડિયા ટૂડેના બેસ્ટ કોલેજ રેન્કિંગ 2020માં સતત બીજા વર્ષે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમને સ્થાન

0

ઇન્ડિયા ટૂડે દ્વારા દર વર્ષે દેશની શ્રેષ્ઠ કોલેજોને રેન્કિંગ આપવામાં આવે છે ત્યારે ગુજરાતના અમદાવાદમાં સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) એ સતત બીજા વર્ષે ઇન્ડિયા ટૂડેના પ્રતિષ્ઠિત બેસ્ટ કોલેજના રેન્કિંગમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ઇન્ડિયા ટૂડે દેશભરની કોલેજોને અલગ અલગ કેટેગરીમાં આ રેન્કિંગ આપે છે. આ વિવિધ કેટેગરીમાંથી જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન કેટેગરીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશને સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ રાષ્ટ્રીય ઉપલબ્ધી અંગે વાત કરતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ સંસ્થાના ડાયરેક્ટર શિરીષ કાશિકર એ જણાવ્યું હતું કે “છેલ્લા ત્રણ વર્ષથી આપણે આઉટલૂક અને ઇન્ડિયા ટૂડેના રેન્કિંગમાં આવી રહ્યા છે. આઉટલૂકનું હવે આ ત્રીજુ વર્ષ થશે, રેન્કિંગ આવ્યું નથી પરંતુ આશા છે કે આ વર્ષે પણ આપણે સ્થાન પ્રાપ્ત કરીશું. આઉટલૂકમાં બે વર્ષથી અને ઇન્ડિયા ટૂડેમાં આ વર્ષ સાથે સતત બીજા વર્ષે સ્થાન પ્રાપ્ત કર્યું છે.”

તેમણે રેન્કિંગના માપદંડો અંગે વાત કરતા ઉમેર્યું હતું કે “રેન્કિંગ માટે આખા દેશમાં આવેલી પત્રકારત્વની યુનિવર્સિટીઓ, પત્રકારત્વની સંસ્થાઓ અને વિભાગો ભાગ લેતા હોય છે. રેન્કિંગ માટેના કેટલાક માપદંડો રખાય છે જે ચુસ્ત હોય છે. આ માપદંડોમાં સંસ્થાએ કરેલું રિસર્ચ, એલ્યુમિનાઇ, વિદ્યાર્થીઓને અપાયેલી નોકરીની તકો, વિઝિટિંગ તેમજ ફૂલ ટાઇમ ફેકલ્ટીનો રેશિયો, શૈક્ષણિક સુવિધાઓ સહિતના 15 માપદંડોને આધારે કોલેજને રેન્કિંગ આપવામાં આવે છે. માપદંડો ઉપરાંત માત્રને માત્ર મેરિટના આધારે જ રેન્કિંગ આપવામાં આવે છે.”

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.