Site icon hindi.revoi.in

ગલવાન ઘાટીના શહીદોની યાદમાં બન્યું સ્મારક, શહીદોના નામનો કરાયો છે ઉલ્લેખ

Social Share

લદ્દાખ:  ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ચીન સતત અતિક્રમણના પ્રયાસો કરી રહ્યું છે અને આ જ અતિક્રમણને રોકવા માટે બંને દેશના સૈનિકો વચ્ચે ગલવાની ઘાટીમાં હિંસક અથડામણ થઇ હતી. આ હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. આ શહીદોની યાદમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. દોલત બેગ ઓલ્ડીમાં એક મેમોરિયલ બનાવવામાં આવ્યું છે, જેમાં આ શહીદ સૈનિકોના નામ લખવામાં આવ્યા છે. તેમાં એ તમામ સૈનિકોના નામ લખવામાં આવ્યા છે જે 15 જૂનના સંઘર્ષમાં શહીદ થયા હતા.

આ જે મેમોરિયલ બનાવવામાં આવ્યું છે તેમાં સ્નો લેપર્ડ ઓપરેશનનું આખું વિવરણ પણ આપવામાં આવ્યું છે. આ ઘર્ષણમાં 16મી બિહાર રેજીમેન્ટના કમાંડિંગ ઓફિસર કર્નલ બી સંતોષ બાબુ સહિત 19 સૈનિકો શહીદ થયા હતા. ભારતે આ ઘર્ષણને ચીનની ચાલ ગણાવી હતી. આ ઘટના બાદથી ભારત અને ચીન વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘર્ષણ બાદ ભારત અને ચીન વચ્ચેનો કલહ સતત વધી રહ્યો છે અને ભારતે પણ ચીન સામે સખત પગલાં લીધા છે જેમાં ભારત સરકારે ડિજીટલ સ્ટ્રાઇકથી માંડીને ચીનથી થતી આયાત પરના પ્રતિબંધો સહિતના પગલાં લીધા છે. ભારત બાદ અમેરિકાએ પણ ચીનની વિરુદ્વ અનેક પગલાં લીધા છે. ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની અનેકવાર મંત્રણા થઇ હોવા છત્તાં ચીન પોતાના બદઇરાદાઓ અતિક્રમણ કે ગતિરોધ કરીને દર્શાવી રહ્યું છે અને દરેક મંત્રણાને અંતે નિષ્ફળ બનાવી રહ્યું છે.

(સંકેત)

Exit mobile version