Site icon hindi.revoi.in

મોટર વ્હીકલના નિયમોમાં થશે ફેરફાર, તમારા વાહનની નોંધણીના નિયમો બદલાશે

Social Share

નવી દિલ્હી: દેશના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા મોટર વ્હીકલ રૂલ્સમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તે અનુસાર વાહનોના માલિકોના હકના ટ્રાન્સફર હવે સરળતાથી થઇ શકે છે. એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમાં પરિવારના સભ્યો અથવા નોમિની તેમના યોગ્ય રહેશે. નવા નિયમોમાં રજિસ્ટ્રેશનના સમયે વાહનના માલિકને નોમીનીના નામ ભરવા માટેનો વિકલ્પ આપવામાં આવશે. નોમીનીને બાદમાં ઑનલાઇન એપ્લિકેશનના માધ્યમથી જોડી શકાશે. તેનાથી ખાસ કરીને વાહન માલિકોના પરિવાર, કે જેમના મોત થઇ ચૂક્યા છે તેમને રાહત મળશે. વાહનના માલિકને વેરિફિકેશન માટે નોમીનેશનના કેટલાક પુરાવા આપવા પડશે.

અત્યારના નિયમ મુજબ રજિસ્ટર્ડ ઓનરના મોત બાદ પરિવારને ત્રણ મહિનાની અંદર ઓનરશિપ ટ્રાન્સફર કરવાની હોય છે. અનેક કાર્યવાહી હોય છે જેના કારણે વારંવાર સરકારી વિભાગોનો ચક્કર લગાવવા પડે છે. માર્ગ પરિવહન મંત્રાલય અનુસાર આ પગલું ઇઝ ઑફ લિવિંગને પ્રોત્સાહન આપવા મટે લેવામાં આવ્યું છે.

હવે રજિસ્ટર્ડ ઓનરના નિધનના મામલામાં હવે ઑનરશિપના ટ્રાન્સફર નોમીની થઇ જશે. નોમિની જ્યાં રહેતો હોય અથવા કામ કરતો હોય ત્યાં રજિસ્ટિરિંગ ઑથોરિટીને પોતાના નામ પર રજીસ્ટ્રેશન માટે પોર્ટલના માધ્યમથી જાણકારી આપવાની રહેશે. આ એક મોટો ફેરફાર કહી શકાય. તેનાથી અનેક સમસ્યાઓ દૂર થશે.

વધુ એક ફેરફાર એ આવી રહ્યો છે કે 50 વર્ષથી વધારે જૂના ટુ વ્હીકલ અને ફોર વ્હીલરને વિન્ટેજ વ્હીકલ તરીકે રજિસ્ટર કરાવવું હવે સરળ થઇ જશે. મંત્રાલયના પ્રસ્તાવ અનુસાર આવા વાહનોના માલિકો 10 વર્ષ માટે 20 હજાર રૂપિયા આપીને નોંધણી કરાવી શકે છે. રિન્યૂઅલ ફી 5 હજાર રૂપિયા રહેશે.

(સંકેત)

Exit mobile version