Site icon hindi.revoi.in

દેશમાં હવે 7 નવા બુલેટ ટ્રેન કોરિડોરનું થશે નિર્માણ

Social Share

દેશમાં હવે 7 નવા બુલેટ ટ્રેન કોરિડોર બનશે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિ.એ હાઇસ્પીડ ટ્રેનોના કોરિડોરના ટેંડરના પહેલા સેટને જારી કર્યો છે. આ ટેંડર દિલ્હી-અમદાવાદ વચ્ચે દોડનારી હાઇ સ્પીડ ટ્રેનોના કોરિડોરને લઇને છે. આ ટ્રેનના રૂટનું અંતર આશરે 886 કિમી રહેશે જેમાં વચ્ચે આવનારા જયપુર-ઉદયપુરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, રેલવે દેશભરમાં આવા 8 રૂટ પર હાઇ સ્પીડ દોડાવવા માગે છે. જેમાંથી અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ ટ્રેનના કોરિડોરની કામગીરી શરૂ થઇ ગઇ છે અને હાલ કન્સ્ટ્રક્શન હેઠળ છે. જે ટેંડર બહાર પાડવામાં આવ્યા છે તેમાં રેલવે લાઇન વચ્ચે આવનારી કેનાલો, નદીઓ, રોડ-રસ્તા, હાઇવે અને બીજી રેલવે લાઇનો પરના ક્રોસિંગ બ્રિજના નિર્માણનો પણ સમાવેશ થાય છે.

આ 7 નવા બુલેટ ટ્રેન કોરિડોરની તૈયારી ચાલી રહી છે

હાલમાં દિલ્હી વારાણસી કોરિડોરની કામગીરી શરૂ થઇ ચૂકી છે. તે ઉપરાંત સરકારે દાવો કર્યો છે કે અમદાવાદ-મુંબઇની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વર્ષ 2023 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

(સંકેત)

Exit mobile version