Site icon hindi.revoi.in

NCERTએ ધો.12ના પુસ્તકમાં કર્યો ફેરફાર, કલમ 370નું પ્રકરણ ઉમેર્યું

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

NCERT એ ધો.12ના રાજકીય વિજ્ઞાનના પુસ્તકના એક પાઠમાં ફેરફાર કર્યો છે. NCERT એ પુસ્તકના એક પાઠમાં સંશોધન કરીને તેમાંથી અલગતાવાદી રાજકારણની વિગતો દૂર કરી છે અને ગત વર્ષે જમ્મૂ કાશ્મીરમાં સમાપ્ત કરાયેલા વિશેષ દરજ્જાનો ઉલ્લેખ કર્યો છે.

એનસીરઆરટીએ શૈક્ષણિક વર્ષ 2020-21 માટે પાઠ્યપુસ્તકમાં સ્વતંત્રતા પછી ભારતમાં રાજકારણ નામના પ્રકરણમાં સંશોધન કર્યું છે. આ પ્રકરણમાં કલમ 370નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પાઠમાંથી અલગતાવાદનું જે પ્રકરણ હટાવવામાં આવ્યું છે તેમાં જણાવવામાં આવ્યું છે કે અલગતાવાદીઓનું એક જૂથ કાશ્મીરને અલગ રાષ્ટ્ર બનાવવા માગે છે. જ્યારે અલગતાવાદીનું એન્ય એક જૂથ કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા માંગે છે. ત્રીજું અલગતાવાદી જૂથ રાજ્યના લોકો માટે વધુ સ્વાયત્તા માગે છે.

નોંધનીય છે કે, ગત વર્ષે 5 ઑગસ્ટના રોજ કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કર્યા હતા.

(સંકેત)

 

 

 

Exit mobile version