Site icon hindi.revoi.in

મુંબઇમાં પાવર ગ્રિડ ફેલ, શહેરમાં વીજ સેવા ઠપ, લોકલ ટ્રેનો પણ અટકી

Social Share

મુંબઇ: દેશની આર્થિક રાજધાની મુંબઇ થમી ગયું છે. સોમવારે શહેરમાં વીજળી પૂરી પાડતી પાવર ગ્રિડ ફેલ થઇ ગઇ છે. તેને કારણે શહેરમાં વીજળી ડૂલ થઇ ગઇ છે. તે ઉપરાંત લોકલ ટ્રેનો અટકી ગઇ છે. મુંબઇ ઉપરાંત થાણેના કેટલાક વિસ્તારોમાં પણ વીજળી ડૂલ છે. તાતાની વીજ સેવામાં વિધ્ન આવતા મુંબઇમાં વીજળી ગ્રિડ ફેલ થઇ ગઇ છે. બૃહદ મુંબઇ નગરપાલિકાએ આ જાણકારી આપી હતી.

મુંબઇમાં પાવર ગ્રિડ ફેલ થતાં જ શહેરની લાઇફલાઇન કહેવાતી લોકલ ટ્રેન સેવા ઠપ થઇ ગઇ છે. પશ્વિમ રેલવેએ સોમવારે સવારે પાવર ગ્રિડ ફેલ થવાથી ચર્ચગેટ અને વસઇ વચ્ચે ટ્રેન સેવા રોકવી પડી છે.

મુંબઇના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ ગઇ છે. અમુક વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ કામ થઇ કરી રહ્યા. તંત્ર અનુસાર સવારે 10.05 વાગ્યે શહેરમાં વીજળી સેવા બાધીત થઇ છે.

BEST (Brihanmumbai Electric Supply and Transport) તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, ટાટા ખાતે આવતી વીજળીનો સપ્લાય અટકી જતાં વીજળી સેવા બાધીત થઈ છે. તકલીફ બદલ માફી માંગીએ છીએ.

મહત્વનું છે કે, પાવર ગ્રિડ ફેલ થયા બાદ સેન્ટ્રલ અને વેસ્ટર્ન લાઇનની અનેક ટ્રેન રદ કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ રેલવે તરફથી ટ્વીટ કરવામાં આવી છે કે મુંબઇ ગ્રિડ ફેલ થવાને કારણે મધ્ય રેલવેની સેવા અટકી ગઇ છે.

(સંકેત)

Exit mobile version