Site icon hindi.revoi.in

મુંબઇ પોલીસે વરિષ્ઠ પત્રકાર અર્નબ ગોસ્વામીની કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર કેસ

Social Share

મુંબઇ: મુંબઇમાં પોલીસે રિપબ્લિક ટીવી (Republic TV)ના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી છે. તેમની પર એક ઇન્ટીરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. ટેલીવિઝન પત્રકાર અર્નબ ગોસ્વામી પર અન્ય પણ બે આરોપ છે કે તેઓએ ઇન્ટિરિયર ડિઝાઇનરને કથિત રીતે તેની બાકી રકમ નહીં ચૂકવી, જેના કારણે 53 વર્ષીય આ ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવી પડી. આપને જણાવી દઇએ કે આ વર્ષે મે મહિનામાં મહારાષ્ટ્ર સરકારે આ કેસની CID દ્વારા ફરીથી તપાસ કરાવવાના આદેશ આપ્યા હતા.

જાણો શું છે સમગ્ર કેસ

પ્રાપ્ત અહેવાલ અનુસાર ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇકની દીકરી આજ્ઞા નાઇકે તે સમયે દાવો ર્યો હતો કે રાયગઢ જીલ્લામાં અલીબાથ પોલીસે બાકી રકમ ન આપી જેના કેસની તપાસ કરી નહોતી જેથી અન્વય અને તેમની માતાને આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું હતું.

આ મામલે રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કર્યું હતું કે આજ્ઞા નાઇકે મને ફરિયાદ કરી હતી કે અર્નબ ગોસ્વામીના રિપબ્લિક દ્વારા બાકી રકમ ન આપવાના કારણે તેના પિતા અને દાદીએ મે 2018માં આત્મહત્યા કરી લીધી હતી અને અલીબાગ પોલીસે તપાસ આદરી નહોતી.

નોંધનીય છે કે NCP નેતાએ કહ્યું હતું કે, તેઓએ આ મામલાની તપાસ CID પાસે કરાવવાનો આદેશ આપ્યો છે. આ મહિનાની શરૂઆતમાં રિપબ્લિક ટીવી અને બે અન્યની વિરુદ્વ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો મામલો નોંધવામાં આવ્યો હતો. કથિત રીતે અન્વય નાઇક દ્વારા લખવામાં આવેલી સુસાઇડ નોટમાં કહેવામાં આવ્યું હતું કે આરોપીઓએ તેમના 5.40 કરોડ રૂપિયાની ચૂકવણી નહોતી કરી તેથી તેમને આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું હતું. જો કે રિપબ્લિક ટીવીએ આ આરોપોને ફગાવી દીધા હતા.

(સંકેત)

Exit mobile version