Site icon hindi.revoi.in

ભારતની કોરોના સામેની લડતમાં હવે ઢીલ ના કરી શકાય: મુકેશ અંબાણી

Social Share

મુંબઇ: કોરોના વાયરસ મહામારી અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ભારત કોરોના સામેની લડતમાં એક મહત્વપૂર્ણ પડાવ પર પહોંચી ચૂક્યું છે. આ તબક્કે પહોંચ્યા બાદ હવે ઢીલ થઇ શકે નહીં. સરકારે લીધેલા હિંમતભર્યા નિર્ણયોથી આગામી વર્ષોમાં ભારત ઝડપી આર્થિક પુનરુત્થાનના રસ્તે હશે અને ઝડપી પ્રગતિ થશે.

મુકેશ અંબાણીએ પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીના આઠમાં દિક્ષાંત સમારોહને સંબોધતા કહ્યું હતું કે, કોવિડ-19 રોગચાળા સામેની લડતમાં ભારતએ એક મહત્વપૂર્ણ તબક્કે પ્રવેશ કર્યો છે. આ સમયે આપણે ઢીલા થવું પોસાઇ શકે નહીં.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતની ભૂમિ પ્રાચિન છે અને તેણે ઇતિહાસમાં ઘણી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. ભારત પહેલા કરતાં વધુ મજબૂત બન્યું છે, કારણ કે આ સ્થિતિસ્થાપકતા લોકોમાં અને સંસ્કૃતિમાં ઊંડે સુધી મૂળિયામાં છે.

મુકેશ અંબાણીએ વર્ચુઅલ રીતે સમારોહને સંબોધિત કરતા કહ્યું હતું કે, તેઓ કોવિડ-19 પછીના યુગમાં અદ્દભુત વિકાસ જોઇ રહ્યા છે. તેમણે સ્નાતક વિદ્યાર્થીઓને ગભરાટ છોડીને અને આશા તેમજ આત્મવિશ્વાસ સાથે કેમ્પસની બહારની દુનિયામાં પ્રવેશ કરવા જણાવ્યું. તેમણે કહ્યું હતું કે, આર્થિક વિકાસના આગામી બે દાયકામાં અભૂતપૂર્વ તકોનું સર્જન થશે અને ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં શામેલ થશે.

અર્થતંત્રના પડકારો વિશે તેમણે કહ્યું હતું કે વિશ્વ સમક્ષ પડકાર છે કે શું આપણે પર્યાવરણને હાનિ પહોંચાડ્યા વગર આપણા અર્થંતંત્રને આગળ વધારવા માટે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ કે કેમ? અત્યારે, વિશ્વને જેટલી જરૂર પડશે તેના કરતાં બમણી ઉર્જાની જરૂર પડશે.

આર્થિક મહાસત્તા બનવાના ભારતના સ્વપ્નને લઇને તેમણે ભાર મૂક્યો હતો કે ભારતે આર્થિક મહાસત્તા બનવાની સાથે સાથે સ્વચ્છ અને ગ્રીન ઉર્જાની મહાસત્તા બનવાનું લક્ષ્ય હાંસલ કરવાની જરૂર છે. લોકડાઉનને કારણે ભારતના GDPમાં ઘટાડાના કેટલાક અહેવાલો પ્રસિદ્વ થયા હતા પરંતુ આગામી સમયમાં ભારતનું અર્થંતંત્ર ફરીથી વેગવંતુ બનશે અને ભારત વર્ષ 2021 – 22 ના અંતમાં કોરોના પહેલાના સ્તરને પ્રાપ્ત કરી લેશે.

(સંકેત)

Exit mobile version