Site icon hindi.revoi.in

દેશમાં રાંધણ ગેસના સિલિન્ડરની ડિલિવરીના નિયમોમાં થશે ફેરફાર, જાણો શું હશે નવો નિયમ

Social Share

નવી દિલ્હી: દેશમાં હવે રાંધણ ગેસ સિલિન્ડરના નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે. 1 નવેમ્બરથી નવા નિયમો અમલી બની શકે છે. LPG સિલિન્ડરની હોમ ડિલિવરીની આખી સિસ્ટમ હવે બદલવા જઇ રહી છે. સરકારી ઓઇલ કંપનીઓએ તેની તૈયારી કરી લીધી છે. આગામી માસથી નવી ડિલિવરી સિસ્ટમ લાગુ થશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, કંપનીઓએ નવી સિસ્ટમને ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) સાથે જોડવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં માત્ર બૂકિંગ કરાવી લેવાથી ભરેલા સિલિન્ડરની ડિલિવરી નહીં થાય પરંતુ તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર એક કોડ મોકલવામાં આવશે. આ કોડને જ્યાં સુધી તમે ડિલિવરી બોયને નહીં દેખાડો ત્યાં સુધી તમને સિલિન્ડર મળશે નહીં.

જો કે કેટલાક ગ્રાહકો એવા પણ છે જેણે ડિસ્ટ્રીબ્યુટરને મોબાઈલ નંબર અપડેટ નથી કરાવ્યાં તો ડિલીવરી બોયની પાસે રહેલી એપ્લીકેશનથી તમે રીયલ ટાઈમ તમારો નંબર અપડેટ કરાવી શકો છો. તે બાદ એક કોડ જનરેટ કરી શકશો. આપને જણાવી દઇએ કે આ સિસ્ટમ માત્ર ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડર પર લાગુ થશે, જો કે કોમર્શિયલ સિલિન્ડર પર આ નિયમ લાગુ નહીં થાય.

હાલમાં ઓઇલ કંપનીઓ આ નવી ડિલિવરી સિસ્ટમને 100 સ્માર્ટ સિટીમાં લાગુ કરશે. આ પાયલટ પ્રોજેક્ટ તરીકે રહેશે. જો કે સમયાંતરે દેશના બીજા ભાગમાં પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. હાલ બે શહેરોમાં આ સિસ્ટમ પાયલટ પ્રોજેક્ટ તરીકે ચાલે છે.

(સંકેત)

Exit mobile version