Site icon hindi.revoi.in

દિવાળી પર આયાત થતી ચાઇનીઝ LED લાઇટ્સ પર મોદી સરકારનો ખાસ પ્લાન, આ નિયમ લાગુ કર્યો

Social Share

નવી દિલ્હી: દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દિવાળી પર ઘરની રોશની માટે મોટા ભાગે ચાઇનીઝ LED લાઇટ્સને ઉપયોગમાં લેવાતી હોય છે. જો કે ભારત-ચીન વચ્ચે તણાવને કારણે દિવાળી પહેલાં સરકારે LED લાઇટની આયાત પર કડક નજર રાખવાનું શરૂ કર્યું છે. સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે અને આયાત કરાયેલી એલઇડી લાઇટ્સને બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BISના નિયમોનું પાલન કરવું પડશે. સરકારે આ પગલાંથી અપ્રત્યક્ષ રીતે ચીન પર નિશાન સાધ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડના ફોરેન ટ્રેડ પોલિસીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. તેના આધારે ક્વોલિટી ચેક કરવા માટે BIS રેન્ડમ સેમ્પલ લઇને લેબમાં તેનું ટેસ્ટિંગ કરાવશે. આદેશ અનુસાર જો કોઇ સેમ્પલ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહેશે તો તેનું સંપૂર્ણ શિપમેન્ટ બરબાદ થઇ જશે.

નોંધનીય છે કે ભારત અને ચીન વચ્ચે સરહદ પણ વધેલા તણાવ બાદ ભારત સરકારે ચીનથી થતી આયાત પરના નિયમો વધુ કડક બનાવ્યા છે. સરકારે ચીનથી આવનારા બિન જરૂરી સામાનને ચેક કરવાનું પણ શરૂ કર્યું છે. હાલમાં જ્યારે દિવાળી આવી રહી છે ત્યારે ચીનથી એલઇડી લાઇટ, સજાવટની ચીજો ઉપરાંત અનેકગણો સામાન ભારતમાં ગેરકાયદેસર રીતે આવી રહ્યો છે જેને કારણે ભારત સરકાર આ પ્રત્યે વધુ સતર્ક બની રહી છે અને આયાતના નિયમોને વધુ સખ્ત કરી રહી છે.

(સંકેત)

Exit mobile version