1. Home
  2. revoinews
  3. દેશના અનેક એરપોર્ટ પર ચીનના સામાનનો ખડકલો, આ છે કારણ
દેશના અનેક એરપોર્ટ પર ચીનના સામાનનો ખડકલો, આ છે કારણ

દેશના અનેક એરપોર્ટ પર ચીનના સામાનનો ખડકલો, આ છે કારણ

0
  • ભારતમાં ચીની વસ્તુઓના બહિષ્કારની ઝુંબેશ વધુ ઉગ્ર બની
  • મુંબઇ સહિતના એરપોર્ટ પર ચીની વસ્તુઓના કન્સાઇમેન્ટનો ખડકલો
  • આ ફેરફારથી ભારતના જ વેપારીઓ થઇ રહ્યા છે પરેશાન

ભારતના ચીન સાથે લદ્દાખ મોરચે વધી રહેલા ઘર્ષણ અને તણાવ બાદ સમગ્ર દેશમાં ચીની વસ્તુઓના બહિષ્કારની ચળવળ વધુ વેગ પકડી રહી છે. બીજી તરફ હવે સરકારે પણ ચીન વિરોધી નીતિ અપનાવતા અચાનક જ પોતાની પોલિસીમાં ફેરફાર કર્યા છે.

સરકારે ચીનથી આયાત થતા માલને લગતી પોલીસીમાં ફેરફાર કરતા હવે ચીનમાંથી આયાત કરવામાં આવેલા કન્સાઇનમેન્ટનો મુંબઇ એરપોર્ટ સહિતના એરપોર્ટ અને બંદર પર ખડકલો થઇ ગયો છે.

લદ્દાખની ગલવાન ખીણમાં ચીન સાથે થયેલા ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થયા તે પહેલા ચીનના સામાનનું ઓટોમેટિક સાધનો વડે સ્કેનિંગ કરવામાં આવતું હતું. જો કે એ પછી ચીનથી જેટલો પણ માલ આયાત કરવામાં આવ્યો છે તે રીલિઝ કરવામાં આવ્યો નથી. પહેલા 70 ટકા સામાનની ઓટોમેટિક સ્કેનિંગ થતું હતું પણ હવે ચીનથી આવનારા તમામ સામાનને 100 ટકા મેન્યુઅલી ચેક કરવામાં આવી રહ્યો છે જેના કારણે ક્લિયરન્સમાં સમય લાગી રહ્યો છે.

જો કે આ નીતિથી અંતે ભારતના જ વેપારીઓ પરેશાન થઇ રહ્યા છે. ઉદ્યોગો માટે મુશ્કેલીઓનું નિર્માણ થઇ રહ્યું છે. ડિલિવરી મળવામાં વિલંબ થઇ રહ્યો હોવાથી કેટલાક અંશે ઉત્પાદન પણ પ્રભાવિત થઇ રહ્યું છે. વેપારીઓ પણ અચાનક કરાયેલા આ ફેરફારથી સતબ્ધ થઇ ચૂક્યા છે.

આ મુદ્દે રજૂઆત માટે ફિક્કી તેમજ ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક એસોસિએશને સરકારે પત્ર પણ લખ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.