Site icon hindi.revoi.in

હવે વીજ વપરાશકર્તાઓ માટે વીજળીનું સ્માર્ટ મીટર લગાવવું બનશે આવશ્યક, નવા નિયમો થશે જારી

Social Share

દેશના વીજક્ષેત્રને લઇને કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લેવા જઇ રહી છે. આ માટે વીજ મંત્રાલયે ઇલેક્ટ્રિસિટી રુલ્સ, 2020 અંગે રાજ્ય સરકારો પાસેથી અભિપ્રાય મંગાવ્યા છે.

નવા નિયમોમાં એવી જોગવાઇ રાખવામાં આવશે કે તમને વીજળીનું કનેક્શન ત્યારે જ મળશે જ્યારે તમે સ્માર્ટ કે પ્રીપેડ મીટર લગાવવા માટે તૈયાર છો. પરંતુ જો તમને વીજળીના બિલ પર કોઇ શંકા છે તો વિતરણ કંપની તમને રિયલ ટાઇમ વીજળીની ખપતની માહિતી આપવાનો વિકલ્પ પૂરો પાડશે. હકીકતમાં ઉર્જા મંત્રાલય કંઝ્યુમર નિયમ અંતર્ગત આને કાયદાનું સ્વરૂપ આપવા જઇ રહી છે. ગ્રાહકો પ્રીપેડ કે પછી સ્માર્ટ મીટર જાતે ખરીદી શકે છે અથવા ડિસ્કૉમમાંથી લઇ શકે છે.

ગ્રાહકોને ડિસ્કૉમ પાસેથી જ મીટર લેવા માટે દબાણ નહીં કરવામાં આવે. ગ્રાહકોને જાતે જ બિલની વિગત મોકલવાનો વિકલ્પ પણ મળશે. એટલું જ નહીં, અંદાજિત બિલ પણ નહીં મોકલી શકે. આપતકાલીન સ્થિતિમાં એક વર્ષમાં ફક્ત બે વખત જ અંદાજિત બિલ મોકલી શકાશે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં વીજળી કંપનીઓએ મોટાં મોટાં સરેરાશ કે અંદાજિત બિલ મોકલ્યા છે.

વીજ વપરાશકર્તાને નવા અધિકાર થશે પ્રાપ્ત

જો કોઇ ગ્રાહકને બિલ 60 દિવસ કરતાં મોડું મળે છે તો ગ્રાહકોને બિલમાં 2થી5 ટકાનું વળતર મળશે. વીજ બિલની ચૂકવણી રોકડ, ચેક, ડેબિટ કાર્ડ કે પછી નેટ બેન્કિંગથી કરી શકાશે. જો કે, 1000 રૂપિયા કે તેનાથી વધારાની બિલની ચૂકવણી ફક્ત ઑનલાઇન જ કરી શકાશે. વીજ કનેકશન કાપવા, ફરીથી શરૂ કરવા, મીટર બદલવા, બિલિંગ અને ચૂકવણીને લઇને નિયમ સરળ બનાવવામાં આવશે.

(સંકેત)

Exit mobile version