Site icon hindi.revoi.in

આજે રાત્રે અવકાશમાં જોવા મળશે દુર્લભ નજારો, મંગળ પૃથ્વીની સૌથી નજીક જોવા મળશે, ફરી આવું 2035માં બનશે

Social Share

અમદાવાદ:  ખગોળ વિજ્ઞાન માટે 13 ઑક્ટોબરની રાત્રે એક અદ્દભુત અને રસપ્રદ ઘટના બનશે. 13 ઑક્ટોબર એટલે કે આજે રાત્રે લાલ ગ્રહ મંગળ પૂર્વ દિશામાં સરળતાથી નરી આંખે જોઇ શકાશે. આજે માર્સ એટ અપોઝિશનની ઘટના પણ બની રહી છે. તેનો અર્થ એ છે કે સૂર્ય, પૃથ્વી અને મંગળ આ ત્રણેય ગ્રહ એકસાથે સીધી લાઇનમાં જોવા આવી જશે.

આજે સૂર્યાસ્ત પછી પૂર્વ દિશામાં લાલ ગ્રહ મંગળ સરળતાથી જોવા મળશે. મંગળ અને પૃથ્વી વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું રહેશે. તેઝી મંગળ ગ્રહ 6 કરોડ 20 લાખ કિમીના અંતરે સ્થિત રહેશે. જેના કારણે આજે રાતે મંગળ ગ્રહ વધારે મોટો અને લાલ જોવા મળશે. વર્ષ 2020 પછી 11 સપ્ટેમ્બરના રોજ વર્ષ 2035ના રોજ મંગળ ગ્રહ વધારે નજીક આવશે. આ રીતે આ ઘટના એક દુર્લભ ઘટના બની રહેશે.

મંગળ અને પૃથ્વી વચ્ચેના અંતર વિશે વાત કરીએ તો દર 26 મહિનામાં મંગળ અને પૃથ્વી વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું થઇ જાય છે. એવું એટલા માટે થાય છે કે, આ બંને ગ્રહ અંડાકાર માર્ગ પર સૂર્યની પરિક્રમા કરે છે. સાથે જ આ બંને ગ્રહ પોતાની કક્ષામાં થોડી ડિગ્રી નમેલાં હોય છે. જેના કારણે બંને ગ્રહોની વચ્ચેનું અંતર વધ-ઘટ થતું રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સમયે ગુરુ અને શનિની વચ્ચેનું અંતર પણ ઘટી ગયું છે. આ બંને ગ્રહો આકાશમાં આપણાં માથા ઉપર જોવા મળી રહ્યા છે. ટેલિસ્કોપ અને કોઇ ખગોળ નિષ્ણાતોની મદદથી આ બંને ગ્રહોને સરળતાથી જોઇ શકાય છે.

(સંકેત)

Exit mobile version