Site icon hindi.revoi.in

મધ્યપ્રદેશના ગવર્નર લાલજી ટંડનનું 85 વર્ષની વયે નિધન

Social Share

મધ્યપ્રદેશના ગવર્નર લાલજી ટંડનનું મંગળવારે સવારે લખનઉની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 85 વર્ષના હતા. ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી અને પુત્ર આશુતોષ ટંડને ટ્વીટ કરીને જાણકારી આપી હતી અને આ વાતની પુષ્ટિ કરી હતી. તેઓ છેલ્લા દોઢ મહિનાથી સારવાર હેઠળ હતા. તેઓ કિડની અને લિવરની સમસ્યાથી પીડાતા હતા.

આપને જણાવી દઇએ કે લાલજી ટંડનને 11 જૂને શ્વાસ લેવામાં તકલીફ, તાવ અને યુરિનમાં તકલીફના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત ખરાબ હોવાના કારણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશના રાજકારણમાં સક્રિય એવા લાલજી ટંડનની બીજેપી સરકારમાં અનેક વાર મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓએ વાજપેયીના મત વિસ્તાર લખનઉની કમાન સંભાળી હતી.

નોંધનીય છે કે લાલજી ટંડનને વર્ષ 2018માં બિહારના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2019માં તેમને મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લખનઉમાં લાલજી ટંડનની સમાજના દરેક સમુદાયમાં લોકપ્રિયતા હતા. તેઓ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના નિકટવર્તી અને સહયોગી હતા.

(સંકેત)

 

 

 

 

Exit mobile version