Site icon hindi.revoi.in

લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ 2020: જાણો ગરીબોની સેવામાં જીવન સમર્પિત કરનાર શાસ્ત્રીજીના અનમોલ વિચારો જે તમને કરશે પ્રેરિત

Social Share

અમદાવાદ: આજે અહિંસાનું આચરણ કરનારા અને સત્યના પૂજક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે અને તેની સાથોસાથ દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ પણ આજે એટલે કે 2 ઑક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ 2 ઑક્ટોબર 1869ના રોજ થયો હતો, તો પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઑક્ટોબર 1904ના રોજ થયો હતો. આ  જ કારણોસર પ્રતિ વર્ષ 2 ઑક્ટોબરના રોજ મહાત્મા ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ મનાવવામાં આવે છે. આ જ કારણોસર ભારતના સોનેરી ઇતિહાસમાં 2 ઑક્ટોબરનું વિશેષ મહત્વ છે. આ દિવસને રાષ્ટ્રીય પર્વ તરીકે મનાવાય છે.

આજે લાલ બહાદુર શાસ્ત્રીના જન્મ જયંતિના પર્વ પર અમે આપને તેના 10 અનમોલ વિચારો વિશે જણાવીશું જે આપને પણ પ્રેરિત કરશે.

આપને જણાવી દઇએ કે લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન હતા. લાલ બહાદુર શાસ્ત્રી ગાંધીવાદી નેતા હતા, જેમણે પોતાનું સંપૂર્ણ જીવન ગરીબોની સેવામાં સમર્પિત કર્યું હતું. વર્ષ 1904ની 2 ઑક્ટોબરના રોજ મુગલસરાયમાં શાસ્ત્રીજીનો જન્મ થયો હતો. વર્ષ 1920માં લાલ બહાદુર શાસ્ત્રી ભારતની આઝાદીના આંદોલનમાં સક્રિયપણે સામેલ થયા હતા. મહાત્મા ગાંધીના અસહયોગના આંદોલનમાં ભાગ લેવા બદલ તેઓને થોડાક સમય માટે જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો.

(સંકેત)

Exit mobile version