1. Home
  2. revoinews
  3. દિલ્હીમાં હોમ ક્વોરન્ટાઇન દર્દીઓને પલ્સ ઓક્સીમીટર અપાશે: કેજરીવાલ
દિલ્હીમાં હોમ ક્વોરન્ટાઇન દર્દીઓને પલ્સ ઓક્સીમીટર અપાશે: કેજરીવાલ

દિલ્હીમાં હોમ ક્વોરન્ટાઇન દર્દીઓને પલ્સ ઓક્સીમીટર અપાશે: કેજરીવાલ

0
  • કોરોનો હોટસ્પોટ બનેલા દિલ્હીમાં હોમ ક્વોરન્ટાઇન દર્દીઓ માટે નિર્ણય
  • ઓછા કોરોના લક્ષણ ધરાવતા દર્દીઓને પલ્સ ઓક્સીમીટર અપાશે
  • દિલ્હીમાં હવે દૈનિક ધોરણે કોરોનાના 18000 ટેસ્ટિંગ કરાશે

કોરોના હોટસ્પોટ બનેલા દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને હવે દર્દીઓને હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે ત્યારે હવે હોમ ક્વોરન્ટાઇનમાં રહેનારા દર્દીઓને સરકાર પલ્સ ઓક્સીમીટર આપશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ માહિતી આપી હતી.

આ અંગે વધુ માહિતી આપતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, જે દર્દીઓને કોરોના લક્ષણ વધારે નથી અને તેઓ હોમ ક્વોરન્ટાઇનમાં છે, તેવા દર્દીઓને અમે પલ્સ ઓક્સીમીટર પ્રદાન કરીશું. જેનાથી તેઓ તેમની ઓક્સિજન સંબંધિત મુશ્કેલીઓની તપાસ કરી શકશે.

દિલ્હામાં હાલમાં કોરોના વાયરસના કેસને જોતા રોજ 5000 લોકોનું ટેસ્ટિંગ કરાય છે પરંતુ હવે આ ટેસ્ટિંગ મર્યાદા વધારીને પ્રતિદીન 18 હજાર કરવામાં આવી રહી છે. જે લેબ્સ ખોટા રિપોર્ટ આપી રહી છે તેની વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કેજરીવાલે સમગ્ર દેશને એકજુટ થઇને કોરોના સામે લડવા માટે હાંકલ કરી હતી અને કહ્યું હતું કે જો આપણે આંતરિક વિખવાદ પર ધ્યાન આપીશું તો કોરોના જીતી જશે. તે ઉપરાંત તેમણે ભારત ચીન સામે બે રીતે લડી રહ્યું હોવાનું કહ્યું હતું. ભારત ચીન સામે વાયરસ અને સીમા પર લડી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ચીનના વાયરસ વિરુદ્વ ડોક્ટર્સ અને નર્સ લડી રહ્યા છે જ્યારે સીમા પર ચીન સામે સૈનિક લડી રહ્યા છે. સમગ્ર દેશ હવે પાછળ હટશે નહીં.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.