Site icon Revoi.in

ઝારખંડ: માસ્ક નહીં પહેરે તેને થશે 1 લાખનો દંડ અને 2 વર્ષની જેલની સજા

Social Share

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ સ્ફોટક સ્થિતિમાં છે ત્યારે તેનાથી બચવા માટે માસ્ક હવે દરેક માટે અનિવાર્ય બન્યું છે અને માસ્ક પહેરવાનો પણ નિયમ છે ત્યારે હવે ઝારખંડમાં સરકારે માસ્ક ના પહેરનાર સામે લાલ આંખ કરી છે. ઝારખંડમાં કોરોનાના નિયમોના ઉલ્લંઘન અને માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને એક લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષની જેલની સજા થઇ શકે છે. ઝારખંડ કેબિનેટે બુધવારે ચેપી રોગ વટહુકમ 2020ને પસાર કર્યો છે.

ઝારખંડ સરકારે જે વટહુકમ જારી કર્યો છે તે અનુસાર, જો કોઇ સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કરશે અથવા માસ્ક નહીં પહેરે તો તેને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાશે. તે ઉપરાંત જો કોઇ નવા નિયમોનું ઉલ્લંઘન કરે છે અને માસ્ક નથી પહેરતા તો તેને 2 વર્ષ સુધી જેલમાં રહેવું પડી શકે છે.

નોંધનીય છે કે, સ્વાસ્થ્ય મંત્રાલય એ જાહેર કરેલા આંકડા અનુસાર ઝારખંડમાં કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 6,485 છે જેમાંથી 64 લોકોના મોત થઇ ગયા છે. અત્યારસુધી 3024 દર્દીઓ રિકવર પણ થઇ ચૂક્યા છે.

(સંકેત)