Site icon Revoi.in

JEE એડવાન્સ્ડ 2020નું પરિણામ થયું જાહેર, આ રીતે કરી શકો છો ચેક

Social Share

નવી દિલ્હી:  JEE એડવાન્સ્ડ 2020 પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની આતુરતાના અંત આવ્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, દિલ્હી તરફથી જોઇન્ટ એન્ટરન્સ એક્ઝામ જેઇઇ એડવાન્સ્ડ 2020નું પરિણામ અધિકૃત વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે.

આપને જણાવી દઇએ કે દેશભરની IITમાં પ્રવેશ મેળવવા માટે IIT-દિલ્હીએ આ વર્ષે JEE Advanced પરીક્ષાનું આયોજન કર્યું હતું. JEE Mains જે દેશભરની એન્જિનિયરિંગ કૉલેજોમાં એડમિશન માટે એક પ્રવેશ પરીક્ષા છે, બીજી તરફ JEE Advanced માટે એક પાત્રતા પરીક્ષા છે.

આ રીતે JEE એડવાન્સ્ડનું પરિણામ ચેક કરો

jeeadv.ac.in પર જાઓ
– માંગવામાં આવેલી વિગતોની સાથે લૉગ ઇન કરો
-JEE Advanced result સ્ક્રીન પર જોવા મળશે
– પરિણામ ડાઉનલોડ કરી સેવ કરો અને તેની પ્રિન્ટ આઉટ પણ લઈ લો

નોંધનીય છે કે 1.6 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેઓ પરિણામ ઓનલાઇન jeeadv.ac.in પર વિઝિટ કરીને જોઇ શકે છે. આ વર્ષે JEE Advanced Examination માટે કુલ 1.6 લાખ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 96 ટકા ઉમેદવારોએ 27 સપ્ટેમ્બરે દેશભરના અલગ-અલગ સેન્ટર ખાતે પરીક્ષા આપી હતી.

(સંકેત)