1. Home
  2. revoinews
  3. 50 લાખ વર્ષ જૂનું આ પ્રજાતિના હાથીનું જડબુ મળી આવ્યું
50 લાખ વર્ષ જૂનું આ પ્રજાતિના હાથીનું જડબુ મળી આવ્યું

50 લાખ વર્ષ જૂનું આ પ્રજાતિના હાથીનું જડબુ મળી આવ્યું

0
  • ઉત્તરપ્રદેશના શિવાલિકના જંગલમાંથી 50 લાખ વર્ષ જૂના હાથીનું મળ્યું જડબુ
  • આ જડબુ સ્ટેગોડોન પ્રજાતિના હાથીઓનું જડબું છે
  • આ હાથીઓના દાંત 12-18 ફૂટ જેટલા લાંબા હતા

સામાન્યપણે ખોદકામ દરમિયાન ડાયનસોરની પ્રજાતિના જીવાશ્મ મળતા હોય છે પરંતુ ઉત્તર પ્રદેશના સહારનપુર જીલ્લામાં વન વિભાગને શિવાલિકના જંગલોમાંથી 50 લાખ વર્ષથી વધારે જૂનું હાથીનું જડબુ મળી આવ્યું છે. વન વિભાગને સર્વેક્ષણ દરમિયાન આ સફળતા હાથ લાગી હતી. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીયોલોજી દહેરાદૂનના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ ફોસિલ્સ (જીવાશ્મ) સ્ટેગોડોન પ્રજાતિના હાથીનું જડબુ છે અને તે 50 લાખ વર્ષથી વધારે પ્રાચીન સમયનું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એ સમયના હાથીઓના દાંત 12 થી 18 ફૂટ લાંબા હતા અને એ સમયે હિપ્પોપોટેમસ, ઘોડા સમકાલીન હતા. મળેલા જીવાશ્મ અમૂલ્ય છે. વર્તમાન હાથીની પ્રજાતિ પણ સ્ટેગોડોનનું એક રૂપ છે જેમાં સમય જતા પરિવર્તન આવતા રહ્યા. જોકે આજના યુગમાં સ્ટેગોડોન હાથી ખતમ થઇ ગયા છે, પરંતુ વર્તમાન હાથીની પ્રજાતિ એમના ડીએનએમાં પરિવર્તન પછી આફ્રિકન અને ઇન્ડિયન પ્રજાતિના રુપમાં પૃથ્વી પર હાજર છે.

મહત્વનું છે કે, શિવાલિક વન વિભાગ સહારનપુરના વન વિસ્તારમાં 33229 હેક્ટરમાં ફેલાયેલું છે જ્યાં વિતેલા 6 મહિનાથી વન્યજીવોની ગણતરીનું કામ ચાલી રહ્યું છે.  

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.