1. Home
  2. revoinews
  3. જમ્મૂ કાશ્મીર: પાક.ની નાપાક હરકત, ફરી તોડ્યું સીઝફાયર, 1 નાગરિકનું મોત, અન્ય 1 ઇજાગ્રસ્ત
જમ્મૂ કાશ્મીર: પાક.ની નાપાક હરકત, ફરી તોડ્યું સીઝફાયર, 1 નાગરિકનું મોત, અન્ય 1 ઇજાગ્રસ્ત

જમ્મૂ કાશ્મીર: પાક.ની નાપાક હરકત, ફરી તોડ્યું સીઝફાયર, 1 નાગરિકનું મોત, અન્ય 1 ઇજાગ્રસ્ત

0
  • પાકિસ્તાને આઇબી પર સાત કલાક ફાયરિંગ કર્યું
  • હાલ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
  • આ ફાયરિંગમાં એક નાગરિકનું મોત

જમ્મૂ કાશ્મીરના પૂંછ જીલ્લાના બાલાકોટ અને મેંઘર સેક્ટરમાં પાકિસ્તાને ફરી યુદ્વવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાનના ગોળીબારને કારણે એક નાગરિકનું મોત નીપજ્યું છે. એક વ્યક્તિ ઘાયલ થવાના પણ અહેવાલ છે. હાલ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાને કરેલા ગોળીબારમાં બાલાકોટ તાલુકામાં એક ગામમાં મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય એકને ઇજા થઇ હતી. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.

અગાઉ પાકિસ્તાને ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર હિરાનગર, કઠુઆમાં યુદ્વવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. મંગળવારે રાત્રે 10.30 થી સાંજના 5 સુધી ભારતીય સરહદ પર ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાન 25 ચેનાબ રેન્જર્સે પપ્પૂ ચેક અને જગુવાલ પોસ્ટથી બીએસએફની ચાંદવા અને કોઠા પોસ્ટ્સને નિશાન બનાવ્યા હતા.

પાકિસ્તાની સેનાએ નાપાક હરકતો દોહરાવતા સતત સાત કલાક ગોળીબારમાં મોર્ટાર અને અન્ય હથિયારોથી શેલ ફાયરિંગ કરીને રહેણાંક વિસ્તારોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. સરહદ પર ચાલતા સુરક્ષા ડેમના કામમાં વિક્ષેપ લાવવા માટે પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યું છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.