1. Home
  2. revoinews
  3. જમ્મૂ કાશ્મીર: અનંતનાગ વિસ્તારમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર
જમ્મૂ કાશ્મીર: અનંતનાગ વિસ્તારમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર

જમ્મૂ કાશ્મીર: અનંતનાગ વિસ્તારમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર

0
  • જમ્મૂ કાશ્મીરના અનંતનાગ જીલ્લામાં આતંકીઓ ઘૂષણખોરીનો કર્યો પ્રયાસ
  • સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ
  • સુરક્ષાદળોએ એક આતંકીને કર્યો ઠાર

જમ્મૂ કાશ્મીરના અનંતનાગ જીલ્લામાં આતંકવાદીઓએ સોમવારે ફાયરિંગ કર્યા બાદ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જીલ્લાના ગુફવારામાં આતંકીઓ છૂપાયા હોવાની બાતમી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકીઓએ સવારે 6.40 કલાકે સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અનેક આતંકીઓએ ભારતીય સરહદમાં ઘૂષણખોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતીય સુરક્ષાદળોએ તેઓને જડબાતોડ જવાબ આપતા અત્યારસુધી 100 થી વધુ આતંકીઓને ઠાર કર્યા છે.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.