Site icon hindi.revoi.in

મિશન ચંદ્રયાન – 3, ઇસરો ચંદ્રયાન-2 જેવી દૂર્ઘટના ટાળવા માટે આ વખતે કરશે આ કામ

Social Share

– ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર ઇસરો આગામી વર્ષે તેનું મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરશે
– આ મહત્વાકાંક્ષી મિશન માટે ઇસરોએ અત્યારથી તૈયારી આરંભી દીધી છે
– આ વખતે ચંદ્રયાન-3માં વિક્રમ લેન્ડરમાં માત્ર ચાર એન્જિન હશે

ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર એટલે કે ઇસરો (ISRO) આગામી વર્ષે તેનું મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3) લોન્ચ કરશે. આ મહત્વાકાંક્ષી મિશન માટે ઇસરોએ તૈયારી અત્યારથી આરંભી દીધી છે. આ વખતે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરથી ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર થોડું અલગ હશે. ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં પાંચ એન્જિન હતા પરંતુ આ વખતે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં માત્ર ચાર એન્જિન હશે. આ મિશનમાં લેન્ડર અને રોવર જશે. ચંદ્રની ચારેય તરફ ફરી રહેલા ચંદ્રયાન-2ના ઓર્બિટરની સાથે લેંડર-રોવરનો સંપર્ક બનાવવામાં આવશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, વિક્રમ લેન્ડરના ચારેય ખુણા પર એક-એક એન્જિન હતું જ્યારે એક મોટું એન્જિન વચ્ચે હતું. પરંતુ આ વખતે ચંદ્રયાન-3ની સાથે જ લેન્ડર જશે તેમાં વચ્ચેવાળું એન્જિન હટાવી દેવામાં આવ્યું છે, તેનાથી ફાયદો એ થશે કે લેન્ડરનો ભાર ઓછો થશે.

લેન્ડિંગના સમયે ચંદ્રયાન-2ને ધૂળથી બચાવવા માટે પાંચમું એન્જિન લગાવવામાં આવ્યું હતું. જેથી તેના પ્રેશરથી ધૂળના રજકણો હટી જાય. આ વખતે ઇસરો આ વાતને લઇને સ્પષ્ટ છે કે ધૂળથી કોઇ મુશ્કેલી નહીં પડે.

ઇસરો દ્વારા પાંચમું એન્જિન એટલા માટે હટાવામાં આવી રહ્યું છે કારણ કે હવે તેની જરૂરીયાત નહીં પડે. તેનાથી લેન્ડરનું વજન અને કિંમત વધે છે. ઇસરોના વૈજ્ઞાનિકે લેન્ડરના પગમાં પણ ફેરફાર કરવાની ભલામણ કરી છે.

ઉલ્લેખનીય છે કે ચંદ્રના ખાડામાં ચંદ્રયાન-3ના લેન્ડર-રોવર સારી રીતે ઉતરીને કામ કરી શકે, તેના માટે બેંગલુરુથી 215 કિલોમીટર દૂર છલ્લાકેરેની પાસે ઉલાર્થી કવાલૂમાં નકલી ચંદ્રના ખાડાઓ તૈયાર કરવામાં આવ્યાં.

(સંકેત)

Exit mobile version